ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વાર્તા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:33 IST)

ડબલ ઝીરો બાદ જાફરની શાનદાર સદી

ઢાકા, 25 મે. આજનો દિવસ વસિમ જાફરનો હતો. છેલ્‍લા ટેસ્‍ટમાં બંને દાવમાં ઝીરોમાં આઉટ થઇને અનોખો વિક્રમ બનાવ્યા બાદ આજે 138 રન બનાવી શાનદાર સદી ફટકારી હતી. આ સદી દ્વારા તેણે વિવેચકોની બોલતી પણ બંધ કરી હતી.

ભારત માટે આજ ઐતિહાસિક દિવસ હતો. ભારતે આજે ચાર બેટ્સમેનોને મેદાન પર ઉતાર્યા હતાં. તેમાં વસિમ જાફર ઉપરાંત દિનેશ કાર્તિક કેપ્ટન રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરનો સમાવેશ હતો.

કાર્તિક 82 રન અને જાફરે 138 રન બનાવીને બંને બેટ્સમેનો રિટાયર્ડ હર્ટ થયા હતાં. પ્રથમ દિવસના અંત સમય સુધી દ્રવિડ 88 અને સચિન 9 રન પર અણનમ રહ્યાં હતાં.

બાંગ્લાદેશને આજે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટીંગ પર ઉતારવાનો નિર્ણય ભારે પડ્યો હતો. કાર્તિક અને જાફરે ઓપનિંગ ભાગીદારીમાં 175 રન બનાવ્યાં હતાં.

સ્નાયુના ખેચાણને કારણે કાર્તિકને 53મી ઓવરમાં 88 રન પર રિટાયર્ડ થવું પડ્યું હતું. કાર્તિકે તેની રમતમાં 153 બોલમાં 12 ચોક્કાની મદદ થી 82 રન બનાવ્યા હતાં.

જાફરે વિવેચકોની બોલતી બંધ કરતા 229 બોલમાં 17 ચોક્કાની મદદથી 138 રન બનાવીને રિટાયર્ડ થયા. જાફરે આ સાથે ટેસ્‍ટ ક્રિકેટમાં પોતાની ત્રીજી સદી પણ નોંધાવી હતી.

કેપ્ટન દ્રવિડે આજે પોતાના સ્‍વભાવથી વિરૂદ્ધ ઝડપી રમતા 131 બોલમાં 88 અણનમ રન બનાવ્યાં હતાં. તેની આ રમતમાં એક છગ્ગો અને 11 ચોક્કાનો સમાવેશ છે.

પ્રથમ દિવસની રમત સમાપ્ત થઇ ત્‍યાં સુધી ભારતે એક પણ વિકેટ ગુમાવિ ન હતી. અને દિવસના અંતે 326 રનનો વિશાળ સ્‍કોર ખડો કર્યો હતો.