ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: અમદાવાદ , સોમવાર, 16 નવેમ્બર 2009 (12:21 IST)

નરેન્દ્ર મોદીએ તેંદુલકરનું સન્માન કર્યું

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કરવા પર માસ્ટર
ND
N.D
બ્લાસ્ટર સચિન તેંદુલકરને અહીં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ક્રિકેટ ટેસ્ટની શરૂઆત પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્ય ક્રિકેટ સંઘના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ સમ્માનિત કર્યાં.


વર્ષ 1989 માં કારકિર્દીની શરૂઆત કરનારા તેંદુલકરને રાજ્ય સરકાર તરફથી સોનાનું પાણી ચડાવેલી સોમનાથ મંદિરની પ્રતિમા, ગુજરાત ક્રિકેટ સંઘ તરફથી ચાંદીની પ્લેટ અને શાલ ભેટ કરવામાં આવી.

તેંદુલકરે આ અગાઉ કાલે રાત્રે ટીમ હોટલમાં પૂતાના મિત્રો સાથે ડિનર કરીને આ પ્રસંગની ઉજવણી કરી. જાણકાર સૂત્રોના અનુસાર તેમએ એક કેક પણ કાપી અને આ પ્રસંગે શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથયા મુરલીધરન વિશેષ રીતે આમંત્રિત હતાં.

તેંદુલકરે 159 ટેસ્ટમાં 12773 રન અને 436 એકદિવસીય મેચોમાં 17178 રન બનાવ્યાં છે જે દુનિઆમાં કોઈ પણ ક્રિકેટર દ્વારા બનાવામાં આવેલા સર્વાધિક રન છે. તેમના નામે ટેસ્ટમાં 42 અને 45 એકદિવસીય શતક છે અને તે પણ વિશ્વ રેકોર્ડ છે.