શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

પાક. ક્રિકેટરોને ભૂખ છે માત્ર 'મની, હની એંડ જાની'ની

N.D
સ્પોર્ટ ફિક્સિંગના આરોપમાં પકડાયેલ સટ્ટેબાજ મજહર માજીદે ચોખવટ કરી છે કે મોટાભાગના પાકિસ્તાની ક્રિકેટરોને પોતાના દેશ સાથે કોઈ લગાવ નથી અને પૈસાની સામે તેઓ 'ક્લીન બોલ્ડ' થઈ જાય છે.

સ્પોટ ફિક્સિંગનો ભાંડો ફોડનારા સ્થાનીક છાપા 'ધ ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ'એ માજીદ સાથે થયેલ વાતચીતના વીડિયો હવાલા દ્વારા કહ્યુ કે - 'પાકિસ્તાનની ટીમમા થોડાક જ ખેલાડીઓ એવા છે જે પોતાની રમત પ્રત્યે સમર્પિત છે. પરંતુ મોટાભાગના ખેલાડી એવા છે જે પૈસા, સ્ત્રી અને પાર્ટી માટે વેચાવા માટે તૈયાર રહે છે. તેણે કહ્યુ, પાકિસ્તાની ક્રિકેટરોને જેટલુ મહેનતાણુ મળે છે તે એક મજાક જેવુ છે. મરી પુષ્ઠભૂમિ ફૂટબોલ રહી છે, તેથી હુ કહી શકુ છુ કે આ બંને રમતોમાં અપાતા મહેનતાણામાં ઘણુ જ અંતર છે. માજીદે દાવો કર્યો કે ક્રિકેટમાં દગો માત્ર મેચ ફિક્સિંગ સુધી જ સીમિત નથી. તેમણે કહ્યુ કે બોલ સાથે અળવીતરાં(બોલ ટેપરિંગ)તોપાકિસ્તાની ટીમનો એક નિયમિત ભાગ બની ગયો છે.

તેમણે કહ્યુ 'હું ખેલાડીઓ માટે ડ્રિંક લઈને પીચ પર જતો હતો. જ્યારે ટીમને વિકેટ નહોતી મળતી તો હુ હાથ પર વૈસ્લીન લગાવીને જતો હતો અને ખેલાડીઓ સાથે હાથ મિલાવતો હતો. ખેલાડી આને બોલની એક તરફ લગાવી દેતા હતા, જેનાથી બોલ ઈનસ્વિંગ થવા માંડતી હતી. માજીદે એ પણ રહસ્યોદ્ધાટન કર્યુ કે તે ઈચ્છે છે કે સલમાન બટ્ટ જેટલા સમય સુધી શક્ય બની શકે કપ્તાન બન્યા રહેશે.