ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

ફિક્સિંગથી પાકિસ્તાન લજ્જિત

N.D
લોર્ડસ ટેસ્ટ મેચમાં ક્રિકેટરોની બનાવટી ફિક્સિંગે સમગ્ર પાકિસ્તાનને લજ્જિત કરી દીધુ છે. ઈગ્લેંડ વિરુદ્ધ થયુએલ આ સ્પોટ ફિક્સિંગથી સમગ્ર ક્રિકેટ સમૂદાયમાં પાકિસ્તાનની ખરાબ રીતે બદનામી થઈ છે, જેને કરણે તે રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી અને પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાનીનુ માથુ શરમથી નમી ગયુ છે.

રાષ્ટ્રપતિએ કહ્યુ કે આ સનસનીખેજ ખુલાસો થયા પછી તેમણે તરત જ પીસીબી અધ્યક્ષ એજાજ બટ્ટ પાસે શરૂઆતી તપાસ રિપોર્ટ માંગી છે અને એ પણ કહ્યુ છે કે લંડનમાં થઈ રહેલ કે થઈ ચુકેલ શરૂઆતી તપાસથી તેમને માહિતગાર કરાવવામાં આવ્યા. યાદ રહે કે રાષ્ટ્રપતિ જરદારી પીસીબીના મુખ્ય સંરક્ષક પણ છે, જે પીસીબી અધ્યક્ષની સીધી નિયુક્તિ કરે છે.

મેચ ફિક્સિંગ સ્કૈડલે પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાનીને પણ હલાવી નાખ્યુ છે. તેમણે કહ્યુ કે અમારુ માથુ શરમથી નમી ગયુ છે. પ્રધાનમંત્રીએ આ સાથે જ કહ્યુ કે તેઓએ રમત મંત્રીને આ આરોપની તપાસ કરવા કહ્યુ છે.

મેનેજરની સ્વીકારોક્તિ : બીજી બાજુ લંડનમાં પાકિસ્તાન ટીમના મેનેજેર યાવર સઈદે કહ્યુ કે સ્કોટલેંડ યાર્ડના જાસૂસોએ હોટલનો પ્રવાસ કર્યો, જ્યા તેમને કપ્તાન સલમાન બટ્ટ, ઝડપી બોલર મોહમ્મદ આસિફ, મોહમ્મદ આમિર અને વિકેટકિપર કામરાન અકમલની પૂછપરછ કરી. આ બધાના મોબાઈલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
W.D

સટ્ટેબાજ મજહર મજીદ જામીન પર છોટ્યો : ફિક્સિંગ કાંડના ખલનાયક સટ્ટેબાજ મજહર મજીદને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે. પોલીસનુ કહેવુ છે કે મજીદના વિરુદ્ધ પૂરતા પુરાવા ન હોવાને કારણે તેને મુક્ત કરી દેવામાં આવ્યો.

મજીદની વાત પર વિશ્વાસ કરીએ તો તેનુ કહેવુ હતુ કે ફિક્સિંગનો સૌથી મોટો 'હીરો' કપ્તાન સલમાન બટ્ટ છે. મજીદનો દાવો હતો કે તેના ઈશારે ટીમના 10 ખેલાદી ધારે તે કરી શકે છે.

શાહિદ આફ્રિદીની રવાનગી પાછળ સલમાન બટ્ટનુ જ દિમાગ છે, કારણ કે તેને નજર ટેસ્ટ પછી વનડેની સાથે સાથે ટી-ટ્વેંટીને કપ્તાની પર હતી.