શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: કેપટાઉન , રવિવાર, 19 એપ્રિલ 2009 (11:58 IST)

બેટ્સમેનોએ ધીરજ ના રાખી - વોર્ન

ઇન્ડિયન પ્રીમિયર લીગના બીજા સત્રમાં પહેલા દિવસે જ શરમજનક હારનો સામનો કરનાર ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન શેન વોર્ને કહ્યું હતું કે, ગત વખતના ચેમ્પિયન હોવાના કારણે ઘણી અપેક્ષાઓ કરવામાં આવી રહી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના હાથે કારમી હાર બાદ તેમણે કહ્યું હતું કે, અમારા બેટ્સમેનોએ ધીરજ ના રાખી અને ખોટા શોટ રમી પોતાની વિકેટ ફેંકી દીધી. અમે ગત વર્ષના ચેમ્પિયન છીએ એટલે અમારી ઉપર ઘણી આશાઓ રાખવામાં આવે છે.