ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વાર્તા|

ભારતીય ઓપનરનો પ્રશ્ન યથાવત

ઢાકા, વસીમ જાફર પાસે ઓપનીંગ કરાવવાનો પ્રયોગ સદંતર નિષ્‍ફળ જતા બીજા ટેસ્‍ટમાં બાંગ્લાદેશ સામે ઓપનીંગમાં જાફરની જગ્યાએ સૌરવ ગાંગુલી અથવા યુવરાજ સિંહને ઉતારવામાં આવી શકે છે.

પ્રતિભાસંપન્ન હોવા છતાં પોતાની લયમાં આવવામાં અસફળ રહેતાં જાફરે ગયા વર્ષના અંતમાં દક્ષિણ આફ્રીકાના પ્રવાસ દરમિયાન ભારતીયા દાવની ઓપનીંગમાં ફક્ત એક સદી નોંધાવી હતી. અન્ય ઇનીંગમાં જાફર ખાસ પારી રમી ન હતી.

આ સદીના કારણે તેને બાંગ્લાદેશના પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલ. પરતુ અહિં તે પ્રથમ ટેસ્‍ટમાં બંને દાવમાં સદંતર નિષ્‍ફળ જતા ભારતીય ઓપનીંગનો પ્રશ્ન યથાવત રહ્યોં છે.

આ કારણે એવી શક્યતા ઉભી થઇ છે કે જામરની જગ્યાએ યુવરાજને ઓપનીંગમાં ઉતારવામાં આવશે. ઓપનીંગમાટે યુવરાજ સહજ છે. કારણકે તે દરેક ક્રમે સારી રમત દાખવી શકે છે. જ્યારે અન્ય ખેલાડીઓના નિયત ક્રમને તોડવો સારો નથી. વળી ગાંગુલી પણ મધ્યમ ક્રમમાં જબરજસ્‍ત બેટીંગ કરી રહ્યોં છે.

યુવરાજ પાસે જ્યારે પણ ઓપનીંગમાં ઉતારવામાં આવ્યો છે ત્યારે તેણે સારૂ પ્રદર્શન કર્યું છે. ઘુટણની ઇજા પહેલા તે સારી ઓપનીંગ કરી રહ્યો હતો.