ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શ્રીલંકા , શનિવાર, 31 જાન્યુઆરી 2009 (21:23 IST)

ભારતીય ટીમ મજબૂત

ભારતે શ્રીલંકા સામે બીજી વનડેમાં પ્રથમ બેટીંગ કરી હતી. જેમાં શરૂઆત નબળી રહી હતી. છતા યુવરાજની અર્ધ સદીના મદદથી શ્રીલંકાને 256 રનનો સ્કોર આપ્યો. સતત ત્રણ વિકેટ લઈને શ્રીલંકાની હાલત ભારતીય બોલરોએ કફોડી કરી નાખી હતી અને ભારતને એક વાર ફરી મજબૂત સ્થિતિમાં લાવી દીધુ હતું.

દિલશાનને 8 રને ઝહિરખાનની ઓવરમાં ઈશાંત શર્માએ કેચ પકડી લીધો. સનત જયસૂર્યાને 17 રને ઈંશાંત શર્માની ઓવરમાં પ્રજ્ઞાન ઓઝાએ કેચ કરી પેવેલિયન ભેગા કરી દીધા. બાદમાં સંગાકારાને પ્રવિણ કુમારની ઓવરમાં સચિને કેચ કરી લીધો. આમ એલ પછી એક શ્રીલંકાના ધુરંધરોને ભારતીય બોલરોએ પેવેલિયન ભેગા કરી દીધા. સવારમાં ભારતની સ્થિતિ પણ શરૂઆતમાં આવી જ રહી હતી.

હાલમાં શ્રીલંકા 34 ઓવરમાં 3 વિકેટ ગુમવીને 134 રન પર છે. મેદાનમાં જયવર્ધને અર્ધસદી કરી લીધી છે, અને કન્દમ્બી 48 રન પર અણનમ રમી રહ્યા છે.