શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , બુધવાર, 21 ઑક્ટોબર 2009 (10:58 IST)

મુંબઈમાં ટીમ ઈંડિયાનો અભ્યાસ શરૂ

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ સહિત ભારતીય ક્રિકેટરોએ વિશ્વ ચેમ્પીયન ઓસ્ટ્રેલીયાની વિરુદ્ધ સાત મેચની આગામી વન ડે સીરીઝ માટે અહીંયા બાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષમાં પોતાનો અભ્યાસ શરૂ કરી દિધો છે.

આ દરમિયાન ટીમ ઈંડિયાના કોચ ગૈરી કર્સ્ટન પણ હાજર હતાં. જો કે ઓપનર ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સહેવાગ, ઈશાંત શર્મા અને અમિત મિશ્રા અભ્યાસ સત્રમાં હાજર ન હતાં. આઈસીસીની વન ડે રેંકિંગમાં બીજા સ્થાન પર રહેલી ટીમ ઈંડિયાને તાજેતરમાં જ દક્ષિણ આફ્રીકામાં સંપન્ન થયેલ ચેમ્પીયંસ ટ્રોફીના પહેલા દાવમાં જ બહારનો રસ્તો જોવો પડ્યો હતો.