બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

મુરલી આગામી વર્ષે ટેસ્ટથી સન્યાસ લેશે

ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરને કહ્યું છે કે, આગામી વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી તેઓ સન્યાસ લેશે. 127 ટેસ્ટ મેચમાં સર્વાધિક 770 વિકેટ પ્રાપ્ત કરનારા મુરલીએ ગુરૂવારે પાકિસ્તાન વિરુદ્ધ મેન ઑફ ધ મેચ એવોર્ડ લીધા બાદ આ જાહેરાત કરી.

તેમણે કહ્યું કે, તે ટેસ્ટ ફોર્મેટથી નવેમ્બર 2010 માં વેસ્ટઈંડીઝ વિરુદ્ધ સિરીજ બાદ સન્યાંસ લઈ લેશે કારણ કે, તેમનું શરીર લાંબા સમય સુધી આ 5 દિવસના ફોર્મેટમાં રમવાની મંજૂરી આપી રહ્યું નથી. 37 વર્ષીય ક્રિકેટરે કહ્યું કે, વર્ષ 2011 ના વન ડે કપમાં ટીમનું પ્રતિનિધિત્વ કરવા પર ધ્યાન આપશે. ત્યાર બાદ તે ટ્વેન્ટી-20 ફોર્મેટમાંથી રમવાનું જારી રાખશે.

મુરલીએ કહ્યું 'હું લાંબા સમય સુધી ન રમી શકું.' હું સમજું છું કે, વેસ્ટઈંડીઝ વિરુદ્ધ આગામી વર્ષે નવેમ્બરમાં યોજાનારી સિરીજ મારી અંતિમ ટેસ્ટ સિરીજ હશે. તેમણે કહ્યું કે, આ સન્યાસ લેવા માટે યોગ્ય સમય હશે કારણ કે, હવે હું 38 વર્ષનો થવા જઈ રહ્યો છું.