શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: અમદાવાદ , સોમવાર, 16 નવેમ્બર 2009 (17:47 IST)

રાહુલ દ્રવિડ અને ધોનીનું શતક

અમદાવાદના મોટેરામાં આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જો કે, ભારતની શરૂઆત નબળી રહી અને
PTI
PTI
શ્રીલંકન બોલરોએ તરખાટ મચાવીને 32 રનમાં જ ભારતની ચાર વિકેટ પોતાના ખાતે કરી લીધી પરંતુ મુશ્કેલભર્યા આ સમયમાં યુવરાજ સિંહ, રાહુલ દ્રવિડ અને મહેન્દ્ર સિંહ ધોનીએ શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરીને ભારતની નૌકા પાર લગાડી.


પ્રથમ દિવસના અંતે ભારતે છ વિકેટના નુકસાને 385 રન બનાવ્યાં. પ્રથમ દિવસની રમતના અંતે દ્રવિડ 177 રને અને હરભજન બે રને અણનમ રહ્યાં.

જો કે, પ્રથમ દિવસની રમત પુરી થવામાં ત્રણ ઓવર બાકી હતી ત્યારે જ ધોની આઉટ થયો હતો. ધોનીએ 159 બોલમાં 110 રન બનાવ્યા હતા. આ પહેલા યુવરાજે 68 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

ભારતના મહાન બેટ્સમેન કે જેના પર સમગ્ર ટીમ આશા રાખીને બેઠી હતી, તેવા સચિન ચાર રન પર અને ગૌતમ ગંભીર એક રન બનાવીને વેલેગેદારાની ઓવરમાં બોલ્ડ થયા હતા, વિરેન્દ્ર સેહવાગ 16 રન બનાવીને વેલેગેદારા ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ થયો હતો. વીવીએસ લક્ષ્મણ શૂન્ય રન બનાવીને પ્રસાદની ઓવરમાં બોલ્ડ થયો હતો.

શ્રીલંકન બેટ્સમેન દિલશાનને સવારે મેચ દરમિયાન મેદાનમાં ઈજા થતાં તાત્કાલિક એપોલો હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરની પેનલે તેનો સિટી સ્કેન, એક્સરે અને સોનોગ્રાફી કરી હતી, જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે અને ડોક્ટરે તેને રમવાની છુટ આપી છે.

ઉલ્લેખનીય છે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું સન્માન કર્યું હતું. લગભગ 45 દિવસના પ્રવાસ માટે આવેલ શ્રીલંકા ટીમ ભારતની સાથે ત્રણ ટેસ્ટ અને બે ટ્વેન્ટી 20 અને પાંચ વન-ડે રમવાની છે.

પ્રાપ્ત થયેલ માહિતી પ્રમાણે ઈશાંત શર્મા મેચ રમશે અને શ્રીસંત મેચની બહાર છે.