શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: કેપટાઉન , બુધવાર, 19 જાન્યુઆરી 2011 (10:07 IST)

રોમાંચક મેચમાં ટીમ ઈંડિયાની જીત

N.D
ઓલરાઉંડર યુસૂફ પઠાનની આગેવાનીમાં નીચલા ક્રમના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શનને કારણે ભારતે રોમાંચક ત્રીજી એકદિવસીય ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાને બે વિકેટથી હરાવી પાંચ મેચોની શ્રેણીમાં 2-1થી બઢત મેળવી લીધી.

દક્ષિણ આફ્રિકાને 49.2 ઓવરમાં 220રન પર સમેટી દીધા પછી ભારતે 48.2 ઓવરમાં આઠ વિકેટે 223 રન બનવ્યા.

એક સમયે ભારતે 93 રન પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ પઠાને સુરેશ રૈના સાથે છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 75 રન બનાવી મેચમાં આશા જગાવી હતી. પોતાના નામ મુજબ પઠાને 50 બોલમાં છ ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 59 રનની આક્રમક રમત રમી.

પઠાન 40 ઓવરમાં આઉટ થયા ત્યારે ભારતને 38 રન બનાવવાના હતા. આવા સમયે હરભજન સિંહ(23) અને ઝહીર ખાને આઠમી વિકેટ માટે 25 26 રન જોડીને ટીમને જીત નજીક પહોંચાડી.

છેલ્લા કેટલાક સમયથી સારી બેટિંગ કરી રહેલ હરભજને ઝહીરના આઉટ થયા પછી આશિષ નેહરાની સસથે મળીને વિજયી રન બનાવ્યા. હરભજન 25 બોલમાં 23 રન બનાવી અણનમ રહ્યા. તેમણે વેન પરનેલ અને મોર્કલની બોલિંગમાં છક્કા પણ માર્યા.

આ પહેલા ભારતની શરૂઆત સારી ન રહી અને ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય ત્રીજી જ ઓવરમાં ડેલ સ્ટેનનો શિકાર થયા. એ સમયે સ્કોર બોર્ડ પર ચાર જ રન બન્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલી(29) અને રોહિત શર્મા (23)એ બીજી વિકેટની ભાગીદારીમાં 52 રન બનાવ્યા. આ ભાગીદારીને મોર્કલે તોડી અને કોહલી વિકેટ પાછલ એબી ડિવીલિયર્સને કેચ આપી બેસ્યા.

વિશ્વકપ માટે ભારતીય ટીમમાં નહી પસંદ પામેલા શર્માને પણ મોર્કલે પેવેલિયન મોકલ્યા. કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની પાંચ રન બનાવી વિકેટ પાછળ કેચ આઉટ થયા. છેલ્લી મેચમાં હાફ સેંચુરી બનાવનારા યુવરાજસિંહ(16) સારી શરૂઆત કરવા છતા વધુ ટકી ન શક્યા. ભારતની અડધી ટીમ 93 પર આઉટ થઈ ગઈ હતી.