શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: બુધવાર, 27 એપ્રિલ 2011 (12:36 IST)

રોયલ ચેલેંજર્સની રોમાંચક જીત દિલ્લીને 3 વિકેટથી હરાવ્યુ

N.D
વિરાટ કોહલીની હાફ સેંચુરી(56)ની મદદથી રોયલ ચેલેંજર્સ બેંગલોરે આઈપીએલના નિકટની હરીફાઈમાં દિલ્લી ડેયરવિલ્સને 3 બોલ બાકી રહેતા 3 વિકેટથી હરાવ્યુ. ચેલેંજર્સના 7 મેચોમાં 3 જીત સાથે 7 અંક છે. તે તાલિકામાં બીજા સ્થાન પર છે. બીજી બાજુ દિલ્લીની 6 મેચોમાં આ ચોથી હાર છે અને તે નવમાં સ્થાન પર છે.

પહેલા બેટિંગ કરતા દિલ્લીએ 6 વિકેટ પર 160 રન બનાવ્યા. જવાબમાં ચેલેંજર્સ 19.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવી લક્ષ્ય મેળવી લીધુ. લક્ષ્યનો પીછો કરતા ચેલેંજર્સે બીજા જ બોલમાં તિલકરત્ને દિલશાનની વિકેટ ગુમાવી દીધી હઈ. અશોક ડિંડાની બોલર પર તેમને વિકેટની પાછળ નમન ઓઝાએ કેચ કર્યો. તેમના સ્થન પર આવેલ વિરાટ કોહલી આક્રમક મૂડમાં જોવા મળ્યા અને તેમણે આવતા જ સતત બે ચોક્કા લગાવ્યા. કોહલીએ 38 બોલ પર 56 રન બનાવ્યા. આ ઉપરાંત ક્રિસ ગેલ(14 બોલ 26 રન)અને છેવટે કપ્તાન ડેનિયલ વિટોરી (અણનમ 18), સૌરભ તિવારી (18)અને સૈયદ મોહમ્મદ(અણનમ 13)એ મહત્વપૂર્ણ યોગદાન આપતા ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી દીધુ.