શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: વડોદરા , સોમવાર, 23 નવેમ્બર 2009 (11:26 IST)

વડોદરામાં બનશે રાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ : મોદી

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે, શહેરમાં ટૂક સમયમાં રાષ્ટ્રીય સ્તરનું ઈંડોર અને આઉટડોર સ્ટેડિયમ બનાવામાં આવશે.

મોદીએ અહીં 21 કિલોમીટર મિની મૈરાથનને લીલી ઝંડી આપ્યાં બાદ આ જાહેરાત કરી જેમાં મહાન ક્રિકેટર કપિલ દેવ, ક્રિકેટર ઈરફાન પઠાણ, યૂસુફ પઠાણ અને બોલીવુડ હસ્તિઓ સહિત 30,000 લોકોએ ભાગ લીધો.

હૈદરાબાદના વિપુર સહારિયાએ પુરૂષ અને ગાંધીનગરની કોમેશ વૈગ્યાએ મહિલા વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓને ઈનામી રકમ તરીકે એક-એક લાખ રૂપિયા આપવામાં આવ્યાં.