ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: દુબઈ. , સોમવાર, 29 ડિસેમ્બર 2008 (23:31 IST)

વન-ડે રેંકિંગમાં ધોની સર્વશ્રેષ્ઠ

યુવરાજ છટ્ટા નંબરે...

ટીમ ઈંડિયાના ચમત્કારિક કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ બેટ્સમેનોની એકદિવસીય આઈસીસી રેંકિંગમાં પોતાનું પ્રથમ સ્થાન યથાવત જાળવી રાખ્યુ છે. જ્યારે આક્રમક બેટ્સમેન યુવરાજસિંહ છઠ્ઠા નંબર પર છે.

આજે જાહેર કરવામાં આવેલી નવી રેંકીંગ અનુસાર ધોની 779 અંક સાથે પ્રથમ છે, જ્યારે તેમનાથી થોડા જ અંક પાછળ ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી માઈક હસી બીજા સ્થાન પર છે.

ત્યારબાદ યુવરાજ 744 અંક સાથે છઠ્ઠા ક્રમે અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર 708 અંક સાથે 12માં ક્રમે છે.

ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમમાં જડપી બોલર તરીકે ઝહીર ખાન 660 અંક સાથે 11માં ક્રમે છે અને સ્પિનર હરભજનસિંહ 617 અંક સાથે 20માં ક્રમે છે.