ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 28 એપ્રિલ 2010 (10:30 IST)

વિવાદિત લલિત મોદીને હવે પરિવારનો સહયોગ

ND
N.D
હાઈપ્રોફાઈલ ઈન્ડીયન પ્રીમિયર લીગના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યાં છે. ત્યારે પરિવારજનોથી સહકારની આશા રાખે તે સ્વાભાવિક છે. તેમના પિતાએ સાથ આપવાની સાથે સાથે થોડી સલાહ પણ આપી રહ્યાં છે.

73 વર્ષીય ઉદ્યોગપતિ કે.કે.મોદીએ કહ્યું હતું કે, આઈપીએલમાં રોકાણ કરતા લોકોએ લલિતને જોઈને જ રોકાણ કર્યું હતું. કારણ કે, રોકાણકારોમાં મોટાભાગે મિત્રો અથવા સંબંધીઓ જ છે.

3500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી ગોડફ્રે ફિલીપ્ટ ઈન્ડીયા ગ્રુપ તેમજ માલબરો ફોર સ્કેવર અને રેડ એન્ડ વાઈટ સિગારેટના નિર્માતા કે.કે.મોદીએ કહ્યું હતું કે, મારા મોટા પુત્ર લલિત સામેના આક્ષેપો તેને લાઈફ સ્ટાઈલને લીધે લગાવવામાં આવ્યાં છે. પરંતુ તે તેની અંગત બાબત છે. જો કે, તેની લાઈફ સ્ટાઈલ આઈપીલ પર નિર્ભર ન હતી.

મારો નાનો પુત્ર પણ લલિત જેમ જ જીવન જીવે છે. કારણ કે, તે મોદી પરિવારનો સભ્ય છે. આક્ષેપો બાદ મેં તેને રાજીનામું ન આપવાની સલાહ આપી હતી. આક્ષેપો પછી મેં તેને રાજીનામું ન આપવા સતત દબાણ કર્યું હતું. કારણ કે, તેને રાજીનામું આપ્યું હોત તો તેનો સીધો જ અર્થ એ થાય છે કે, આક્ષેપો સાચા છે.

મોદી પરિવારના વડીલ સભ્ય કે.કે. મોદીએ કહ્યું હતું કે, લલિતની કામ કરવાની પદ્ધતિ અલગ છે. તે આઈપીએલને ખાનગી કંપની તરીકે ચલાવતો હતો. આઈપીએલ સાથે સતત સ્પર્ધા કરવાના હેતુંથી જ તે આઈપીએલ ચલાવતો હતો. લલિત કંપનીના સીઈઓ તરીકે કામ કરતો હતો. તેથી લીગના તમામ કામોમાં મંજૂરી મળે તે શક્ય નથી. મધ્યના નિર્ણય વખતે બીસીસીઆઈ સાથે સલાહ મસલત કરતો ન હોવાના કારણે જ લલિત પર આક્ષેપો લગાડવામાં આવ્યાં છે.