શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 18 નવેમ્બર 2009 (17:43 IST)

શિલ્પાની ટીમને જોરદાર આંચકો

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના મંગેતર રાજ કુંદ્રાની આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના દિવસ પડતીમાં જતા દેખાઈ રહ્યાં છે. આઈપીએલ-3 માં તો તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું જ છે હવે સરકારે રાજસ્થાન રાયફલ્સની પ્રમોટર કંપનીનું 100 ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે કે એફડીઆઈ એકત્ર કરવાના પ્રસ્તાવને ફગોવી દીધો છે. જેનાથી રાજસ્થાન રોયલ્સની કઠણાઈ વધી શકે છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડ એટલે એફઆઈપીબીએ 58 લાખ ડોલર વિદેશી મૂડી એકત્ર કરવાના જયપુર આઈપીએલ ક્રિકેટ પ્રા.લિ ના પ્રસ્તાવને ફગોવી દીધો છે. હકીકતમાં બોર્ડની દલીલ એ છે કે, કંપનીના પ્રસ્તાવમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે, આ નાણા ક્યાંથી આવ્યાં. એટલા માટે તેને નામંજૂર કરવામાં આવ્યો.