મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

શિવસેનાના નિશાને હવે શાહરૂખ !

IFM
શિવસેનાએ હવે બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાન પર નિશાન સાધ્યું છે. આઈપીએલ-3માં પાકિસ્તાની ક્રિકેટરોના સમર્થનમાં આવેલા શાહરૂખ ખાનને શિવસેનાની ધમકી મળી રહી છે.

શિવસેનાના મુખપત્ર 'સામના'ન સંપાદક સંજય રાઉતે કહ્યુ છે કે, શાહરૂખમાં રહેલો 'ખાન; જાગી ઉઠ્યો છે તે ભાવનાથી પ્રેરાઈને જ તેણે આવી સહાનુભૂતિ દર્શાવી છે. જો શાહરૂખમા હિમંત હોય તો એ પોતાની ટીમ કલકત્તા નાઈટ રાઈડર્સમાં પાકિસ્તાનના ખેલાડીઓને રમાડે. એટલુ જ નહી સંજય રાઉતે કહ્યુ છે કે જો શાહરૂખને પાકિસ્તાનના ખેલાડીઓ પ્રત્યે આટલો બધો પ્રેમ હોય તો તે પાકિસ્તાન જઈને તેમની સાથે રમે.

આ સાથે જ શિવસેનાએ શાહરૂખની નવી ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'નો વિરોધ કરવાનો શરૂ કરી દીધો છે. પાર્ટીએ ઠાણેના મલ્ટીપ્લેક્સ માલિકોને કહી દીધુ છે કે તેઓ શાહરૂખની કોઈ ફિલ્મ ન બતાવે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આઈપીએલ-3ની નીલામીમાં કોઈપણ પાકિસ્તાની ખેલાડીની બોલી નહોતી લાગી, જ્યાર પછી આ મુદ્દા પર જુદા-જુદા લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. પાકિસ્તાની ખેલાડીઓએ પોતાના દેશનુ અપમાન થયુ છે એવો આક્રોશ બતાવ્યો હતો. આ મુદ્દા પર શાહરૂખે અફસોસ બતાવતા પાકિસ્તાની ક્રિકેટરોનુ સમર્થન કર્યુ હતુ. શાહરૂખનુ કહેવુ હતુ કે, જો તેમને લેવા જ નહોતા તો તેમને લીલામીમાં ઉતારવા પણ નહોતા, આવુ કરવાથી તેમનુ અપમાન થયુ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને આઈપીએલમાં રમવા દેવામાં નહી આવે એવી શિવસેનાની ધમકી પર પણ શાહરૂખે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ આંદોલન પર ઉતરનારા આ લોકોનુ કહેવુ હતુ કે ભારતમાં દહેશત ફેલાવવામાં પાકિસ્તાનનો હાથ હોવા છતાં એ દેશના ખેલાડીઓ પ્રત્યે શાહરૂખ આટલી સહાનુભૂતિ કેમ દર્શાવી રહ્યા છે ?