શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: લંડન , શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2011 (12:30 IST)

શુ 'ગધા' શબ્દનો પ્રયોગ કરીને મે કોઈ ગુન્હો કર્યો છે - હુસૈન

PTI
. ઈગ્લેંડના પૂર્વ કપ્તાન નાસિર હુસૈનને ખૂબ આશ્ચર્ય થાય છે કે તેમની ગધા ટિપ્પણીએ ભારતમાં આટલો હંગામો ઉભો કરી દીધો.

હુસૈનએ કોમેંટરી દરમિયાન ભારતીય ક્ષેત્રરક્ષકો પર કટાક્ષ કરતા કહ્ય હતુ કે ભારતીય ટીમમાં એક કે બે ગધેડા છે. હુસૈનની આ ટિપ્પણીની ઘણ પૂર્વ ભારતીય ક્રિકેટરોએ કડક શબ્દોમાં આલોચના કરી હતી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આ પર વાંધો બતાવતા આ મુદ્દો ઈગ્લેંડ એંડ વેલ્સ ક્રિકેટ બોર્ડની સામે ઉઠાવ્યો.

'ધ ડેલી મેલ'માં ગુરૂવારે હુસૈન કે કહ્યુ, ગધા ઈગ્લેંડમાં ક્રિકેટમાં બોલચાલની ભાષામાં ઉપયોગ થાય છે. હુ આ વિશે વધુ કશુ કહેવા નથી માંગતો, કારણ કે આને લઈને જે પ્રતિક્રિયા થઈ છે તે આશ્ચર્યજનક છે.

હુસૈન એ કહ્યુ, હુ વિશ્વાસ નથી કરી શકતો કે મારા દ્વારા 'ગધા' કહેવા પર આટલો હંગામો થશે. આ તો અમારી ત્યા ક્રિકેટનો એક શબ્દ છે. હુ જ્યારે કપ્તાન હતો ત્યારે હુ આનો બરાબર ઉપયોગ કરતો હતો. આમા વ્યક્તિગત અપમાન જેવી કોઈ વાત નથી. પૂર્વ કપ્તાન એ ભારત અને ઈગ્લેંડની વચ્ચે ઓલ્ડ ટ્રેફ્રર્ડમાં એકમાત્ર ટ્વેંટી-20 મેચ દરમિયાન આ ટિપ્પણી કરી હતી.