શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: રવિવાર, 12 એપ્રિલ 2009 (15:03 IST)

શોએબના માથે તલવાર

પાકિસ્તાનના વિવાદાસ્પદ ઝડપી બોલર શોએબ અખ્તર કોઈને કોઈ વિવાદોમાં ફસાયેલ જ રહે છે. હજી ફિટનેસ ટેસ્ટ પાસ કરીને ટીમમાં તેમની વાપસી થઈ છે. જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના ગળે આ વાત ઉતરતી નથી.

જેના પગલે આઇસીસીએ ફરી એકવાર અખ્તર પર ડોપિંગ સંબંધી તપાસ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અને આ માટે દુબઇ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી દરમિયાન અખ્તરનો ડોપ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવી છે.

આઇસીસીએ ૨૨મી એપ્રિલથી અબુધાબી અને દુબઇમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાનારી પાંચ વન-ડે મેચની શ્રેણી દરમિયાન આઇસીસીનું મુખ્ય નિશાન અખ્તર રહેશે.કારણ કે ઘૂંટણની ગંભીર ઇજામાંથી શોએબ આટલી જલદી સ્વસ્થ થઇને ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી તે આઈસીસીને શંકાસ્પદ લાગી રહ્યુ છે.