ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: કરાંચી , મંગળવાર, 31 માર્ચ 2009 (14:09 IST)

શોએબને ફિટનેસ સાબીત કરવી પડશે

પાકિસ્તાનનાં વિવાદાસ્પદ આક્રમક બોલર શોએબ અખ્તરને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એકદિવસીય શ્રેણીમાં પોતાનો દાવો રજૂ કરવા માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. કારણ કે રાષ્ટ્રીય પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ તેમની મેચ ફિટનેસથી સંતુષ્ટ નથી.

રાષ્ટ્રીય એકદિવસીય ચેમ્પિયનશીપમાં ભાગ લઈ રહેલા શોએબનાં મિત્ર ઝડપી બોલર ઉમર ગુલ અને અન્ય ખેલાડીઓ સાથે ફિટનેસ ટેસ્ટમાં ભાગ લેવો પડશે અને ત્યાર બાદ જ અબુ ધાબી અને દુબઈમાં 22 એપ્રિલથી શરૂ થઈ રહેલી પાંચ એકદિવસીય અને એક ટવેંટી- 20 મેચમાં પસંદગી માટે તેમના નામ પર વિચાર કરવામાં આવશે.

કેપ્ટન યુનિસ ખાનના એક નજીકના સુત્રએ જણાવ્યું કે, કપ્તાન યૂનિસ ખાએ પસંદગીકારો અને ક્રિકેટ બોર્ડના અધ્યક્ષને સ્પષ્ટ કરી દીધું છે કે તે એ જ ખેલાડીઓને સાથે લઈ જશે જે ફિટનેસ ટેસ્ટ પાસ કરશે.