બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 29 જૂન 2010 (16:39 IST)

શ્રીલંકામાં જીતીશું ટેસ્ટ સિરીજ : દ્વવિડ

ભારતીય ક્રિકેટની દીવાલ રાહુલ દ્વવિડે સોમવારે કહ્યું કે, ટીમ ઈંડિયા આગામી મહીને શ્રીલંકા પ્રવાસ પર ટેસ્ટ ક્રિકેટ સીરીઝ જીતવામાં સફળ રહેશે.

દ્વવિડે અહીં લિમ્બા બુક ઑફ રેકોર્ડસના 21 માં સંસ્કરણનું વિમોચન કર્યા બાદ કહ્યું શ્રીલંકા પોતાના ઘરમાં મજબૂત ટીમ છે અને તેને તેના મેદાન પર હરાવવી ઘણું મુશ્કેલ કામ છે.

છેલ્લા બે પ્રવાસોમાં અમે ત્યાં ટેસ્ટ જીતવામાં સફળ રહ્યાં પરંતુ સિરીજ ન જીતી શક્યાં. આ વખતે અમારી ટીમનું મનોબળ ઘણું ઉચું છે અને મને ટેસ્ટ સિરીજ જીતવાનો ભરોસો છે.

દ્વવિડને આ પ્રસંગે લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ તરફથી 'પર્સન ઑફ ધિ ઈયર' નું સન્માન આપવામાં આવ્યું.