શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: દુબઈ , મંગળવાર, 30 નવેમ્બર 2010 (17:10 IST)

સચિન છે આધુનિક બ્રેડમેન - લારા

સચિન તેંડુલકરના કેરિયરના લાંબા દાવને સલામ કરતા વેસ્ટઈંડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ આ ચેમ્પિયન બેટ્સમેનને આધુનિક બ્રેડમૈન કરાર આપ્યો.

મહાન બેટ્સમેનોમાં જોડાયેલા લારાએ કહ્યુ કે તેંડુલકર વિશે સૌથી સારી વાત એ કરી છે કે તે આટલા લાંબા સમયથી રમી રહ્યા છે. તેમણે કહ્યુ કે મને નથી લાગતુ કે કોઈ પ્રતિસ્પર્ધા છે. બંને મહાન ખેલાડી છે.

તેંડુલકરે દુનિયાને બતાવી દીધુ કે તે શુ કરવામાં સક્ષમ છે. આટલા લાંબા સમય સુધી રમવા માટે તે વખાણવા લાયક છે.

16 વર્ષની વયથી માંડીને 37 વર્ષ સુધી રમવા માટે તેમના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. તેમણે એ પણ કહ્યુ કે બ્રેડમેઅને તેંડુલકરની તુલના ન કરવી જોઈએ, કારણ કે બંને જુદા જુદા સમયના ખેલાડી છે.

તેમણે કહ્યુ કે સચિન અમારા સમયના ડૉન બ્રેડમેછે. બ્રેડમેનની સાથે સરેરાશનુ અંતરને ભૂલી જાવ. મે જેટલા પણ ખેલાડીઓને વાત કરી છે તેમનુ માનવુ છે કે આજના સમયમાં બેડમૈનની સરેરાશ 99 ન હોત.