ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , શનિવાર, 27 ફેબ્રુઆરી 2010 (15:38 IST)

સચિન હવે ત્રીજા સ્થાને...

ND
N.D
સચિન તેંદુલકરે બુધવારે એકદિવસીય મેચોમા નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. ગ્વાલિયરમાં રમવામાં આવેલી અણનમ 200 રનની ઈનિંગ્સે સચિઅને આઈસીસી રૈકિંગમાં ત્રીજા સ્થાન પર પહોંચાડી દીધા છે. આ પહેલા તે છઠ્ઠા સ્થાન પર હતાં. છેલ્લા બે વર્ષમાં આ તેમની સર્વોચ્ચ રૈકિંગ છે.

દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ રમવામાં આવેલા આ મેચમાં 35 દડામાં 68 રનનો અણનમ દાવ રમનારા ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રથમ નંબર પર પોતાની સ્થિતિને મજબૂત જ કરી લીધી છે પરંતુ વીરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીર આઈસીસી રૈકિંગની યાદીમાં નીચે ખસકી ગયાં છે.

એકદિવસીય મેચમાં બેવડી સદી ફટકારનારા બેટ્સમેન તેંદુલકરના 766 રેટિંગ અંક છે અને હવે તે બીજા નબર પર બિરાજમાન ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન માઈકલ હસીથી માત્ર 43 અંક પાછળ છે. આઈસીસી રૈકિંગમાં પ્રથમ સ્થાન પર મજબૂતીથી કબ્જો કરનારા કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના 827 રેટિંગ અંક છે.