શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

સચિનની છઠ્ઠી ડબલ સેંચુરી

માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકરે આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેગલુરુ ટેસ્ટના ચોથા દિવસે પોતાની ડબલ સેંચુરી પૂરી કરી. સચિનના ટેસ્ટ કેરિયરની આ છઠ્ઠી ડબલ સેંચુરી છે અને ડબલ સેંચુરી બનાવનારા તેઓ ભારતના માત્ર બીજા બેટ્સમેન છે. આ પહેલા વીરેન્દ્ર સહેવાગ ટેસ્ટમાં છ ડબલ સેંચુરી લગાવી ચૂક્યા છે.

આજે જ્યારે રમત શરૂ થઈ ત્યારે સચિને પોતાના ગઈકાલના સ્કોર 191ને આગળ રમવો શરૂ કર્યો. તેમને વિશ્વાસ સાથે પોતાનો દાવ આગળ રમવાનો ચાલુ કર્યો અને ડબલ સેંચુરી 337 બોલમાં 21 ચોક્કા અને બે છક્કા લગાવીને પુરી કરી.

સચિને પોતાના ટેસ્ટ કેરિયરમાં પ્રથમ 1000 રન 29 દાવમાં 39.96ના સરેરાશથી પૂર્ણ કર્યા, જેમા 4 સદી અને 4 હાફ સેંચુરીનો સમાવેશ હતો, જ્યારે કે ત્યારબાદ આગળના 1000 રન પૂરા કરવા તેઓ માત્ર 16 દાવ રમ્યા. જેમા તેમની સરેરાશ 72.61ની રહી અને તે 3 સદી ઉપરાંત 6 હાફ સદી બનાવવામાં સફળ રહ્યા.

સચિને 13 હજારનો આંકડો બાગ્લાદેશ વિરુધ્ધ આ વર્ષે જ પૂરા કર્યા હતા. ઢળતી વય છતાં સચિનના ફોર્મ આજની તારીખે પૂરજોશમાં છે, જેનો પુરાવો છે કે તેમણે 14 હજાર રન પૂરા કરવા માટે માત્ર 12 દાવની મદદ લીધી. જેમા તેમની સરેરાશ 84.18(4 સઈ, 3 હાફ સેંચુરી) રહી. તેઓ કેવી રીતે આ મુકામ સુધી પહોંચ્યા તે તમે નીચે આપેલ ટેબલ પરથી સમજી શકશો.

આ રીતે વરસ્યા રન

રન દાવ/મેચ સરેરાશ 50/100
1000 2939.964/ 4
20001672.613/ 6
30002 3 50.66 3/ 5
4000 19 56.614/ 3
5000 16 59.604/ 2
6000 18 69.064/ 4
7000 16 75.21 4/ 4
8000 17 57.183/ 4
9000 26 54.82 3/ 5
10,000 16 62.462/ 4
11,000 28 38.07 3/ 3
12,000 24 46.192/ 6
13,000 19 65.87 5/ 4
14,000 12 84.184/3