શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|

સચિનની વનડે ક્રિકેટમાં બેવડી સદી

ભારતનો સ્કોર 401/3

ND
N.D
ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજા એકદિવસીય ક્રિકેટ મેચમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના એકદિવસીય ક્રિકેટ કારકિર્દીમાં 46 મું શતક બનાવાની સાથે જ વન ડે ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ બેવડી સદી ફટકારી છે. મેન ઑફ ધ મેચ કહેનારા સચિને પોતાના મુંગટમાં વધુ એક હીરો ઉમેરી દીધો છે.

સચિને આજે દક્ષિણ આફ્રીકી બોલરોને મેદાનની ચારે તરફ ધોઈ નાખ્યાં અને સ્ટેડિયમમાં મોજૂદ હજારો દર્શકોને ભરપૂર મનોરંજન પૂરુ પાડ્યું. સચિને વન ડે ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ બેટ્સમેનથી સર્વાધિક સ્કોર બનાવ્યો.

ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને બેટીંગનો નિર્ણય કર્યો. ભારતની શરૂઆત ખરાબ રહી અને 9 રનોના સ્કોર પર વીરેન્દ્ર સહેવાગ પોર્નેનો શિકાર બન્યાં ત્યાર બાદ સચિન તેંડુલકર અને દિનેશ કાર્તિકે મોર્ચો સંભાળ્યો.

આજે સચિને પોતાની કારકિર્દીનું 46 મું શતક ફટકાર્યું. તેના માટે સચિને માત્ર 88 દડાનો સામનો કર્યો આમ સચિને કુલ 147 દડાનો સામનો કરીને પોતાના 200 રન પૂર્ણ કર્યા. બીજા છેડે કાર્તિકે પણ સારો એવો સાથ આપ્યો. કાર્તિકે પણ ચોથું અર્ધશતક ફટકાર્યું. સચિન-કાર્તિકે બીજી વિકેટ માટે 194 રનોની ભાગીદારી નોંધાવી.

કાર્તિકના 79 રને આઉટ થયા બાદ સચિને યુસૂફ પઠાન સાથે ત્રીજી વિકેટ માટે 7.5 ઓવરોમાં 81 રન જોડી દીધા. પઠાણ 23 દડામાં 36 રન બનાવ્યાં બાદ વાન ડેર મર્વના દડા પર આઉટ થયાં.