શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

સટોરિયાના કોર્ડવર્ડ : ધોની 'હેલીકોપ્ટર', ગેલ 'રાવણ', મલિંગા 'મંકી' તો યુવરાજ 'મોડલ'

.
P.R
કરાંચી મે હવાલી દ્વારા મિરચી ભેજ દે.. કે પછી આજે રાવણનો મુકાબલો મંકી સાથે થશે. કંઈક સમજાયુ, નહી સમજાયુ તો અમે સમજાવીએ છીએ. આ છે સટ્ટેબાજીનો નવો કોડવર્ડ. આ કોર્ડવર્ડ દાઉદ ગેંગના સટ્ટેબાજોએ તૈયાર કર્યા છે અને તેમને સમજવા પણ તેમના જ ગજાની વાત છે. જે શબ્દ પહેલી નજરમાં બેમતલબ લાગી રહ્યા છે, તેને જ કારણે મેચ પર લાખો કરોડોનો સટ્ટો લગાડવામાં આવે છે.

કરાંચી મે હવાલી દ્વારા મિરચી ભેજ દે.. આ વાક્યમાં સટ્ટેબાજીની નવી ડિક્શનરી મુજબ કરાંચી મતલબ છે સટ્ટેબાજી, હવાલીનો મતલબ છે હવાલાની રકમ અને મિર્ચીનો મતલબ છે એક કરોડ રૂપિયા. મતલબ સટ્ટાની રમતમાં એક કરોડ રૂપિયા હવાલા દ્વારા મોકલવાનો સંદેશો જઈ રહ્યો છે.

સટ્ટેબાજી અને મેચ ફિક્સિંગ બાબતોની તપાસ દરમિયાન દિલ્હી પોલીસે બુકીઓ અને ખેલાડીઓની કોલ ઈંટરસેપ્ટ કરી. કોલની પડતાલ દરમિયાન પોલીસને જાણ થયુ કે દુબઈમાં બેઠા ડી ગેંગના સટ્ટેબાજો પોલીસથી બચવા માટે રમત અને ખેલાડીઓના રીતસરના કોડ નામ બનાવી રાખ્યા છે અને સટ્ટેબાજી દરમિયાન આ કોડ દ્વારા તેઓ એકબીજાને સંદેશો પહોંચાડે છે.

પોલીસના જણાવ્યા મુજબ વાતચીતને ગુપ્ત રાખવા માટે સટ્ટેબાજો તમામ ખેલાડીઓ અને સટ્ટેબાજોના કોડ નામ પણ નક્કી કરી રાખ્યા છે. વાતચીત દરમિયાન સચિન તેંડુલકરને બટકૂ, મહેન્દ્ર સિંહ ધોનીને હેલીકોપ્ટર, ક્રિસ ગેલને રાવણ, લસિથ મલિંગાને મંકી, યુવરાજ સિંહને મોડલ, વીરેન્દ્ર સહેવાગએન ચશ્મા, હરભજન સિંહને ટોપી, સુરેશ રૈનાને શેર, શ્રીશાંતને રોતૂના નામથી બોલાવાય છે. આ જ રીતે બુકીઓ અને બોલીવુડની વચ્ચે કડી બનેલા વિંદૂ દારા સિંહને સટ્ટેબાજ જૈકના નામથી બોલાવે છે.

પોલીસના સૂત્રોનુ કહેવુ છે કે બધા કોડવર્ડ પાકિસ્તાનમાં તૈયાર થયા પછી દુબઈ પહોંચે છે અને ત્યાંથી જ ગેંગના સટ્ટેબાજોને આની ટ્રેનિંગ આપવામાં આવે છે. સાથે જ ચેતાવણી પણ આપવામાં આવે છે કે સટ્ટેબાજીનો પૂરો ધંધો આ જ કોર્ડવર્ડ દ્વારા કરવામાં આવે. પોલીસ તપાસ કરી રહી છે કે ક્યા કયા સટ્ટેબાજ અને બુકી આ કોડ દ્વારા પૈસા લગાવે છે.