ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી. , ગુરુવાર, 19 ઑગસ્ટ 2010 (17:34 IST)

સપ્ટેમ્બર સુધી ફિટ થઈ જઈશ - શ્રીસંત

ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર સ્ટાર ઝડપી બોલર એસ. શ્રીસંત વર્તમાન દિવસોમા ઘણી મહેનત કરી રહ્યા છે અને તેમણે આશા બતાવી છે કે તેઓ સપ્ટેમબર સુધી આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે ફિટ થઈ જશે.

પોતાની સકારાત્મક બોલિંગ માટે જાણીતા શ્રીસંતે ટ્વિટર પર લખ્યુ છે કે મારુ પ્રશિક્ષણ ખૂબ સારી રીતે ચાલી રહ્યુ છે. હુ શુક્રવારથી મારી બોલિંગ ફરીથી શરૂ કરીશ. મને આશા છે કે એક સપ્ટેમબ્ર સુધી હુ મેચ રમવા માટે ફિટ થઈ જઈશ.

શ્રીસંતે કહ્યુ કે પ્રશિક્ષણ દરમિયાન મને ઘણુ સારુ લાગી રહ્યુ છે અને આશા કરુ છુ કે આગળ પણ ચાલુ રહેશે. મને કેટલાક સારા સ્પૈલ જોઈએ અને હુ એ જરૂર કરીશ. હુ આગળ પણ મારા દેશને માટે મારુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપતો રહીશ. હું ક્રિકેટને ખૂબ જ પ્રેમ કરુ છુ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રીસંથ 17 ટેસ્ટ મેચોમાં 32ના સરેરાશથી 60 વિકેટ લઈ ચૂક્યા છે, જ્યારે કે 49 એક દિવસીય ક્રિકેટમાં તેમની 34ની સરેરાશથી 68 વિકેટ છે.