મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વાર્તા|
Last Modified: કરાંચી , બુધવાર, 10 નવેમ્બર 2010 (13:18 IST)

હૈદર બ્રિટનમાં રાજનીતિક શરણ નહી લે

મેચ ફિક્સરોની ધમકીઓથી ગભરાઈને દુબઈથી લંડન ભાગી ગયેલ પાકિસ્તાની વિકેટકિપર જુલ્કારનૈન હૈદરે કહ્યુ કે તેઓ બ્રિટનમાં રાજનીતિક શરણને માટે આવેદન નહી કરે.

હૈદરે કહ્યુ કે તેમની સાથે બ્રિટિશ પોલીસ સીમા નિયંત્રણ એજંસી અને આઈસીસીની ભ્રષ્ટાચાર રોધી અને સુરક્ષા એકમે વાતચીત કરી છે. તેમણે કહ્યુ કે સીમા નિયંત્રણ એજંસીએ મારા ફિંગરપ્રિંટ લીધા છે અને મને અસ્થાયી રોકાણની અનુમતિ આપી દીધી છે.

હૈદરે કહ્યુ કે આ સમયે મારી રાજનીતિક શરણ માટે આવેદન કરવાનો કોઈ ઈરાદો નથી. જો પાકિસ્તાની સરકાર મને અને મારા પરિવારને સુરક્ષાનુ આશ્વાસન આપશે તો હુ પાકિસ્તાન પરત ફરવા માટે તૈયાર છુ.

વિકેટ કિપરે કહ્યુ કે મને પાકિસ્તાનની તરફથી રમવામાં કોઈ વાંધો નથી. પણ શરત એ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મને રમવા માટે કહે.