ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. દિવાળી
Written By વેબ દુનિયા|

2011 દિવાળી : લક્ષ્મીપૂજનનું શુભ મુહુર્ત

N.D

દિવાળીના તહેવાર પર ધન-એશ્વર્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ કરવા માટે શુભ મુહુર્તમાં લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. વિશેષ શુભ મુહુર્તમાં પૂજા કરવાથી લક્ષ્મી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.


લક્ષ્મી પૂજનનું શુભ મુહુર્ત : બુધવાર તા. 26-10-2011 આસો વદ-અમાસ છે. નિશિથકાળ- પ્રદોષકાળ- વ્યાપિની અમાસ છે, સાંજે 6.00 થી 7:38 સુધી પ્રદોષકાળ છે. તેમાં સાંજે 7:23 થી 7:35 ઉત્તમ સમય છે. સાંજે 7:32 થી 12: 13 કલાક શ્રેષ્ઠ છે. રાત્રી બાદ 11:48 કલાકથી 12:38 કલાક નિશિથકાળ ઉત્તમ છે. આ સમયમાં લક્ષ્મીપૂજન, ધનપૂજન, ચોપડા પૂજન, શારદાપૂજન અને વેપાર મુહૂર્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. મધરાત્રી બાદ 4:30 થી 5:૦૦ કલાકનો સમય વેપાર મુહૂર્ત માટે શ્રેષ્ઠ છે.

બેસતું વર્ષ : નૂતન વર્ષ : ગુરુવાર, તા. 27-102011 કાર્તિક શુક્લ પક્ષ પ્રતિપદાથી વિક્રમ સંવત ૨૦૬૮નો પ્રારંભ થશે. સવારે 6.28થી 8.૦૦ કલાક વેપાર પ્રારંભ, મુહૂર્ત સોદા માટેનો ઉત્તમ સમય છે. આ દિવસે અન્નકૂટ પણ રાખવામાં આવે છે.