2013ની દિવાળીનાં શુભ મુહૂર્તો અત્યારથી જ લખી રાખો

વેબ દુનિયા|

P.R
શાસ્ત્રોમાં સ્પષ્ટ વિધાન છે કે ઉત્તમ રીતે કાર્ય સંપન્ન કરવા માટે, સુખી થવા માટે, સારી રીતે સુંદર કાર્ય કરવા માટે શુભ મુહૂર્તનો સમય જો સાચવ્યો હોય તો તે કાર્ય નિર્વિઘ્ને તથા શ્રેષ્ઠ રીતે પૂર્ણ થાય છે. દરેક વ્યક્તિ સુખી થવા ઇચ્છતી હોય છે. સુખ પામવાનો દરેકનો અધિકાર છે. અહીં દિવાળીમાં જો કેટલાંક મુહૂર્ત સાચવી લેવાય તો આપણને તેના થકી સુખ મળ્યા કરે છે.

* દિવાળી તથા માર્ચ એન્ડના ચોપડા નોંધાવવાનાં મુહૂર્ત

આસો સુદ ૯, તા. ૧૩.૧૦.૨૦૧૩, રવિવાર. (વિજયા દશમી, દશેરા)

સવારના ૦૮.૦૫થી બપોરના ૧૨.૨૫. (બહુ ઉત્તમ)

બપોરના ૦૧.૫૩થી બપોરના ૦૩.૨૦.

આગળ ચોપડા લાવવાના મુહુર્ત

* ચોપડા લાવવાનાં મુહૂર્તઃ

આસો વદ ૮, તા. ૨૭.૧૦.૨૦૧૩, રવિવાર.

(રવિપુષ્ય નક્ષત્ર)

સવારના ૦૮.૧૦થી બપોરના ૧૨.૨૦.
બપોરના ૦૧.૪૫થી બપોરના ૦૩.૧૦.

* ધનતેરશ, ધનપૂજા, કુબેરપૂજા, ચોપડા લાવવાનાં મુહૂર્તઃ

આસો વદ ૧૩, તા. ૦૧.૧૧.૨૦૧૩, શુક્રવાર

સવારના ૦૬.૪૭થી સવારના ૧૦.૫૮

બપોરના ૧૨.૨૦થી બપોરના ૦૧.૪૮
સાંજના ૦૪.૪૦થી સાંજના ૦૬.૦૦

રાતના ૦૯.૧૫થી રાતના ૧૦.૪૦. (ધનપૂજા તથા ચોપડા લાવવા ખૂબ ઉત્તમ)

* કાળીચૌદશ, કાળીપૂજા, યંત્રપૂજાનાં મુહૂર્તઃ

આસો વદ ૧૪, તા. ૦૨.૧૧.૨૦૧૩, શનિવાર. (ભૈરવ, બટુક, વીર, હનુમાન, કાલી તથા દશ મહાવિદ્યાનાં પૂજન, તાંત્રિક પૂજન)
સવારના ૦૮.૧૫થી સવારના ૦૯.૩૪.

બપોરના ૧૨.૨૫થી સાંજના ૦૪.૩૦.

સાંજના ૦૬.૦૦થી સાંજના ૦૭.૩૦.

રાતના ૦૯.૧૫થી રાતના ૦૧.૦૦. (યંત્રપૂજા, કાલીપૂજા માટે ખૂબ ઉત્તમ)

નોંધઃ તમામ મશીનોની મહાપૂજા કરવા માટે ઉપરોક્ત સમય શ્રેષ્ઠ છે.

* દીપાવલિ, શારદાપૂજન, ચોપડાપૂજનઃ

આસો વદ ૦)), તા. ૦૩.૧૦.૨૦૧૩, રવિવાર. (સ્વાતિ નક્ષત્ર)ઃ

સવારના ૦૮.૧૫થી બપોરના ૧૨.૨૦. (ચલ, લાભ, અમૃત) (શુક્ર, બુધ, ચંદ્રની હોરા)

બપોરના ૦૧.૪૮થી બપોરના ૦૩.૧૦. (શુભ ચોઘડિયું) (શુક્રની હોરા)
સાંજના ૦૬.૦૦થી સાંજના ૦૭.૪૭. (શુક્ર, ચંદ્ર, બુધની હોરા) (શુભ, અમૃત, ચલ)

રાતના ૦૯.૧૧થી રાતના ૦૩.૧૮. (બળવાન સિંહ લગ્ન)

* સંવત ૨૦૭૦ પેઢી ખોલવાનાં મુહૂર્તઃ

નૂતન વર્ષ, બેસતું વર્ષ. સાતમ.
કારતક સુદ એકમ, ૦૪.૧૧.૨૦૧૩, સોમવાર

સવારના ૦૬.૪૭થી સવારના ૦૮.૧૧.

સવારના ૦૯.૩૫થી સવારના ૧૦.૫૯.

કારતક સુદ ૭, તા. ૦૯.૧૧.૨૦૧૩, શનિવાર.

સવારના ૦૮.૧૫થી સવારના ૦૯.૩૫.

બપોરના ૧૨.૨૨થી બપોરના ૦૧.૪૬.


આ પણ વાંચો :