ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By વેબ દુનિયા|

દિવાળીમાં આટલુ જરૂર કરો અને દિવાળીને બનાવો યાદગાર

જ્યારે દિવાળીની વાત આવે તો આપણું મન બહુ બધી શોપિંગ અને મીઠાઈઓના નામથી ખુશ થઈ જાય છે. પણ ઘણી એવી અપ્ણ વાતો છે જેને કરવી તમે ભૂલી જાવ છો. દિવાળી મોજ-મસ્તીનો તહેવાર છે તો એવામાં ઘણા યુવાન લોકો પોત-પોતાના મિત્રોના ઘરે જાય છે, ત્યા તેઓ મોજ-મસ્તી કરે છે અને ફટાકડાં ફોડીને પોતાના ઘરમાં પાછા આવે છે. મિત્રો દિવાળી વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને આ તો હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. હિન્દુઓનું નવુ વર્ષ. આ શુભ સમય જો તમે કંઈક યાદગાર કરો તો કેવુ ચાલે.

એવા લોકો જે આ દિવાળીએ પોતાના પરિવાર કે મિત્રોથી દૂર છે અને ઘણા મહિનાઓથે તેમને મળ્યા નથી. તો તમે મોડું કર્યા વગર ટ્રેન કે ફ્લાઈટની ટિકિટ બુક કરાવો અને નીકળી જાવ તમારા પરિવારને મળવા. આ દિવાળી માટે અમે તમને થોડી એવી ટિપ્સ આપી છે જેનાથી તમે દિવાળીને વધુ યાદગાર અને ખુશીઓથી ભરેલી બનાવી શકો છો.

 
P.R
શોપિંગ કરો : દિવાળી શોપિંગ કરવા માટે સારી કહેવાય છે. કારણ કે આ તહેવારને કારણે તમને ઘણી બધી સ્કીમ અને ગીફ્ટ મળી જાય છે. તેથી દિવાળીમાં તમારા પરિવાર અને તમારા બાળકો માટે શોપિંગ કરો.

ઘરને સજાવો - તમારા ઘરને એક નવુ લુક આપો. જો પડદાં જૂના કે ફાંટેલા હોય તો તેને બદલી નાખો અને નવા પડદાં લગાવો. જો તમે ઘરમાં કોઈ તોડ ફોડ કરવાનું વિચારી રહ્યા હોય તો વિલંબ કર્યા વગર કરાવી લો. દિવાલ પર નવો રંગ લગાવો. ઘરને ફૂલોથી ભરી દો અને દિવાળી ઉજવો

મિત્રો સાથે મોજ-મસ્તી - દિવાળીના દિવસે દરેક જોશમાં હોય છે. તો આ જોશ સાથે તમે તમારા સંબંધીઓના ઘરે જાવ કે પછી તેમને તમારા ઘરે બોલાવો. આ દિવસે તમે કોઈ રમત રમી શકો છો અથવા પાર્ટી શાર્ટી કરીન મૂડને ફ્રેશ કરી શકો છો.

કેલોરીનું ધ્યાન રાખો : દિવાળીમાં મીઠાઈને ના કહેવુ ખૂબ જ મુશ્કેલ છે. તેથી દિવાળીમાં તમે 1-2 મીઠાઈ ખાવ તેના બદલે ડ્રાય ફ્રૂટનું સેવન કરો.

 
P.R
પરિવારની પાસે રહો : તમારા ભલે ગમે તેટલા મિત્રો હોય પણ પરિવાર સૌથી પહેલા આવે છે. આખુ વર્ષ ભલે તમે ગમે ત્યાં રહો પણ દિવાળીના દિવસે ટિકિટ બુક કરાવીને તમારા પરિવારની પાસે જાવ. સાચુ માનો આનાથી વધુ ખુશી તમને ક્યારેય નહી મળી શકે.

દાન પુણ્ય કરો : તમારી દિવાળીને ખુશનુમા બનાવવા માટે બીજાના ચહેરા પર ખુશે વિખેરો. શહેરોમાં ઘણા એવા ગરીબ લોકો રહે છે, જેમની પાસે દિવાળી ઉજવવા માટે પૈસા નથી. દિવાળીમાં આવા લોકોને મોટાઓને મીઠાઈ અને બાળકોને ફટાકડાં વહેંચી શકો છો.

ફટાકડાંને કહો ના : તમે જાણો છો કે પ્રદૂષણન કારણે આપણી ઘરતીને કેટલુ સહેવુ પડે છે. દિવાળી દીપકનો તહેવાર છે, જોરશોરથી અવાજ અને ધુમાડો કરવાનો નહી. આ દિવસે ફક્ત દીવા સળગાવો ધરતીને નહી.