શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

તમારી રંગોળી કેવી બને છે...

આમ તો આપણા જીવનની અંદર કેટલાયે રંગો છે અને દરેક તહેવાર પણ રંગબેરંગી હોવાથી તે આપણા જીવનમાં વધારે રંગોને ભરી દે છે. ફક્ત હોળીના રંગો જ પુરતા નથી તેને માટે. દિવાળીમાં પણ લોકો ઘર-આંગણે કેટલાયે રંગો દ્વારા પોતાના આંગણાને શણગારે છે. આ રંગોળી હિંદુ ધર્મની અંદર લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. દરેક ઘરની આગળ દિવાળીના દિવસે તમને સુંદર રંગોળી અવશ્ય જોવા મળશે.

દિવાળી આવવાના થોડાક જ દિવસ બાકી હોય તે પહેલાં જ નાની બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓ રંગોળી શીખવાની શરૂઆત કરી દે છે. દિવાળીના દિવસે દરેકના ઘર-આંગણે સુંદર દેખાતી રંગોળી માટે કેટલી મહેનત કરવી પડી છે અને ત્યાર બાદ બને છે એક સુંદર રંગોળી.
  W.D

ભારતની અંદર વિવિધ સંસ્કૃતિ અને વિવિધ ભાષામાં રંગોળીને જુદા જુદા નામથી ઓળખાય છે જેમ કે ગુજરાતની અંદર સતિયા, રાજસ્થાનમાં માંડને, મહારાષ્ટ્રમાં રંગોળી, ઉત્તર પ્રદેશમાં ચોક, મધ્ય પ્રદેશમાં સાંઝી, બંગાળમાં અલ્પના, બિહારમાં અરિચન, આંધ્ર પ્રદેશમાં ભુગ્ગલ અને કેરાળાની અંદર કોમળ.

મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર આને દિવાળીના ટાણે જ લગાવવામાં આવે છે અને દક્ષિણ ભારતમાં રોજ દરેકના ઘર આંગણે સવારે સવારે પહેલાં ઘરની સ્ત્રીઓ નાહી ધોઈને રંગોળી પુરે છે અને પછી જ ઘરનું કામ કરે છે. તેઓનું માનવું છે કે આ ચિત્ર ઘરની અંદરના ધન-ધાન્યને પરિપુર્ણ રાખવામાં જાદુ જેવો પ્રભાવ કરે છે.
  W.D

અમ તો રંગોળીને મોટે ભાગે સ્ત્રીઓ પોતાને હાથ વડે જ બનાવે છે પરંતુ જેને બરાબર ન આવડતી હોય તેઓ આજલાક બજારથી રંગોલીની ડિઝાઈન માટે તૈયાર નમુના લઈ આવે છે. જેને જમીન પર મુકીને તેની ઉપર રંગોળીના કલર ભભરાવી દેવાથી સુંદર ડિઝાઈન તૈયાર થઈ જાય છે. પરંતુ હાથથી બનાવેલી રંગોળીની મજા જ કંઈ અલગ હોય છે.

રંગોળીની અંદર ગોળ, ચોરસ અને ષટકોણ આકારમાં સુંદર ડિઝાઈન બનાવીને તેને તૈયાર કરાય છે. આ ડિઝાઈનમાં ફ્રીહેંડ, પશુ-પક્ષીઓના સુંદર ચિત્રો વગેરેના સુંદર નમુના જોવા મળે છે. આ સિવાય ઘણાં લોકો અવનવી ડિઝાઈન દ્વારા પોતાને ગમતી રંગોળી તૈયાર કરે છે અને તેને ટ્રેડિશનલ લુક આપે છે.
  W.D

રંગોળી પુરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તમારે જે ડિઝાઈન બનાવવાની હોય તેને પહેલાંથી જ મનમાં તૈયાર કરી લો ત્યાર બાદ રંગોળીના રંગો અન્ય સામગ્રીને તમારી બાજુમાં જ રાખો જેથી કરીને વારંવાર તમારે તેને લેવા માટે વચ્ચે ઉઠવું ન પડે.