શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020
Written By
Last Updated : મંગળવાર, 11 ફેબ્રુઆરી 2020 (15:10 IST)

Delhi Election Result Live Updates : કેજરીવાલની પાર્ટીને બહુમતી, થોડી જ વારમાં દિલ્હીની જનતાને સંબોધશે

-  
- સીએમ અરવિંદ કેજરીવાલ 3.30 વાગ્યે પોતાની વાત કરશે
- પટપડગંજ બેઠક પરથી મનીષ સિસોદિયાની જીત થતાં આપના જીવમાં જીવ આવ્યો
- ગ્રેટર કૈલાસથી સૌરભ ભારદ્વાજની જીત
- બપોર 2.38 વાગ્યે : રૂઝાનોમાં આપ 62 સીટો પર આગળ, ભાજપ ધીમે-ધીમે ખોવાયું માત્ર 8 સીટો પર આગળ
- બપોર 2.24 વાગ્યે : રૂઝાનોમાં આપ 60 સીટો પર આગળ, ભાજપ ધીમે-ધીમે ખોવાયું માત્ર 10 સીટો પર આગળ
- અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલનો આજે બર્થડે છે. તેમણે પાર્ટી ઓફિસમાં કેક કાપીને જન્મદિવસ અને જીતનો જશ્ન મનાવ્યો.
-AAPના જીવમાં જીવ આવ્યો, મનીષ સિસોદિયા રૂઝાનમાં આગળ 
- પ્રવેશ વર્મા બોલ્યા – અમે દિલ્હી સરકારની કમીઓને દિલ્હીની પ્રજાની સામે મૂકી શકયા નહીં. અમે વધુ સંઘર્ષ કરીશું. અમે આગળ સરકારની ખામીને સરકારની સામે મૂકીશું. જો આ ચૂંટણી શિક્ષા અને સ્વાસ્થ્ય પર હોય તો શિક્ષણ મંત્રી કેમ હારી રહ્યા છે? દિલ્વીહાસી ફ્રીની લાલચમાં વહી ગયા. ત્રણ મહિનાથી વીજળીના બિલ માફ હતા, મહિલાઓ માટે બસમાં મુસાફરી ફ્રી છે, પરંતુ ત્રણ મહિનાથી જ. અમે કેજરીવાલજીને શુભકામનાઓ આપીએ છીએ. અમે આવનારી ચૂંટણીમાં અમારી ખામીઓને દૂર કરી સારું પ્રદર્શન કરીશું.
-  હું પરિણામ સ્વીકાર કરું છું, હાર નહીં, હિન્દુ-મુસ્લમ વોટોનું ધ્રુવીકરણ થયું છ. કોંગ્રસને હવે નવા ચહેરાની સાથે તૈયાર થવું પડશે. – અલકા લાંબા
-  આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે કહ્યું કે, દિલ્હીની જનતાએ નફરતની રાજનીતિને નકારી છે અને પ્રેમનો સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું કે, પરિણામોએ આખા દેશને સંદેશ આપ્યો છે કે, હવે માત્ર કામના નામ પર જ રાજનીતિ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મનીષ અને અન્ય નેતાઓ પણ ચૂંટણી જીતશે, એમને રાહ જોવી પડશે. સંજયસિંહે કહ્યું કે, આપ 60 થી વધુ બેઠકો જીતી લેશે.
 

બવાનામાં ભાજપના રવિંદર કુમાર આગળ ચાલી રહ્યા છે
- ચાંદની ચોકથી આપ પ્રહલાદ સિંહ આગળ, અલકા લાંબા પાછળ
- હરિનગર વિધાનસભા સીટ પરથી તજિંદર બગ્ગા પાછળ ચાલી રહ્યા છે, આપના રાજકુમાર આગળ
- દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું, દિલ્હીના જે મુજબ રૂઝાન આવી રહ્યા છે, હજુ પણ હું આશાન્વિત છું
- અત્યાર સુધીના રૂઝાનોના મતે આમ આદમી પાર્ટીને બહુમતી મળતી દેખાય રહી છે. પાર્ટી 49 સીટો પર - આગળ છે, પરંતુ પાછલી ચૂંટણીની સરખામણીમાં તેને નુકસાન. 2015મા કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીને 67 સીટો મળી હતી

- સવારે 10.05 વાગ્યે રૂઝાનમાં કેજરીવાલની પાર્ટીને બહુમતી 51  સીટો પર આગળ, BJP 19 સીટો પર આગળ
-વિવિધ ન્યુઝ ચેનલ ભલે ગમે તેટલા ફાસ્ટ ચૂંટણી પરિણામ બતાવી રહી હોય પણ  ચૂંટણી પંચની વેબસાઇટ પર સવારે 9.51 વાગ્યે આવેલ 36 સીટોના રૂઝાનોમાં આમ આદમી પાર્ટી 22 સીટો પર આગળ, ભાજપને 14 સીટો પર , 49 ટકા વોટ આપને અને અંદાજે 44 ટકા વોટ ભાજપને, કોંગ્રેસને 4.22 ટકા વોટ
-મોડલ ટાઉનથી ભાજપના કપિલ મિશ્રા એક વખત ફરીથી પાછળ, હરિનગરથી બગ્ગા પણ પાછળ
-ચૂંટણી પંચના મતે 24 સીટોના આવેલા રૂઝાનમાં 13 સીટો પર આમ આદમી પાર્ટી અને 11 સીટો પર ભાજપ આગળ ચાલી રહી છે
- આપના ઉમેદવારોની લીડમાં કોઇ મોટો ફરક નથી
-સવારે 9.45 વાગ્યે રૂઝાનમાં ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ વધતો દેખાઇ રહ્યો છે, રૂઝાનમાં કેજરીવાલની પાર્ટીને બહુમતી 49 સીટો પર આગળ, BJP 21 સીટો પર આગળ, કોંગ્રેસનું ખાતુ ખૂલ્યું જ નથી
- સવારે 9.40 વાગ્યે ચૂંટણી પંચના મતે અત્યાર સુધીની ગણતરી પ્રમાણે આમ આદમી પાર્ટીને 48 ટકા અને ભાજપને 46 ટકા વોટ મળ્યા છે
-  સવારે 9.35 વાગ્યે દિલ્હીની ઓખલા વિધાનસભા સીટ પર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. બલ્લીમારાન સીટ પરથી પણ ભાજપ આગળ છે. આપને જણાવી દઇએ કે આ બંને સીટો પર   મુસ્લિમ વોટરોની સંખ્યા ઘણી વધુ છે. 
- ચૂંટણી પંચના મતે અત્યાર સુધી થયેલ મતની ગણતરીના આધાર પર આમ આદમી પાર્ટી 7 અને ભાજપ 6 સીટો પર આગળ છે
-  દિલ્હીમાં હવે પરિણામોની તસવીર સ્પષ્ટ થતી દેખાય રહી છે. સવારે 9.24 વાગ્યે આપ 55 સીટો પર આગળ છે અને ભાજપ 15 સીટો પર આગળ, જ્યારે કોંગ્રેસનું હજુ ખાતુ જ નથી ખૂલ્યું
આમ આદમી પાર્ટીના મુખ્યા અરવિંદ કેજરીવાલ ઘરેથી પાર્ટી ઓફિસ માટે નીકળ્યા. અત્યાર કોઇ પ્રતિક્રિયા આપવાનો કર્યો ઇન્કાર
- લગભગ તમામ મુસ્લિમ વસતી વધુ ધરાવતી સીટો પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. પાર્ટી અને સીટ બદલનાર મોટાભાગના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે
- શરૂઆતના રૂઝાનોમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી ચૂકી છે, આમ આદમી પાર્ટી 50  સીટો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપ 13 સીટો પર આગળ છે. જો કે હજુ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે. - કોંગ્રસનું હજુ સુધી ખાતુ ખૂલ્યું નથી. શહાદરાથી રામનિવાસ ગોયલ આગળ ચાલી રહ્યા છે. ઓખલાથી અમાનતુલ્લા ખાન આગળ છે. વિશ્વાસનગર સીટથી ભાજપના ઓપી શર્મા આગળ ચાલી રહ્યા છે. કપિલ - મિશ્રા, તેજિંદર સિંહ બગ્ગા અને અલકા લાંબા જેવા ચર્ચિત ચહેરા પાછળ ચાલી રહ્યા છે

-દિલ્હીના સીએમ કેજરીવાલ પાર્ટી ઓફિસ પહોંચી ગયા છે, સંજય સિંહ પણ પહોંચ્યા
-ગ્રેટર કૈલાશથી આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ આગળ
-શકુરબસ્તીથી દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને આપ ઉમેદવાર સત્યેંદ્ર જૈન આગળ ચાલી રહ્યા છે
-તિમારપુરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિલીપ પાંડે પાછળ ચાલી રહ્યા છે
-અક્ષરધામ કાઉન્ટિંગ સેન્ટર પર દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને ભાજપના ઉમેદવાર રવિ નેગી
-નવી દિલ્હી સીટ પરથી અરવિંદ કેજરીવાલ આગળ ચાલી રહ્યા છે, પટપડગંજથી મનીષ સિસોદિયા પણ આગળ
- નવી દિલ્હી સીટ પરથી અરવિંદ કેજરીવાલ આગળ ચાલી રહ્યા છે, પટપડગંજથી મનીષ સિસોદિયા પણ આગળ
-  આમ આદમી પાર્ટી 53  સીટો પર આગળ ચાલી રહી છે, ભાજપ 16 સીટો પર આગળ છે, કોંગ્રેસનું  હાલ ખાતુ ખુલતા કોંગ્રેસ એક સીટ પર આગળ છે 

- આમ આદમી પાર્ટીના મુખ્યા અરવિંદ કેજરીવાલ ઘરેથી પાર્ટી ઓફિસ માટે નીકળ્યા. અત્યાર કોઇ પ્રતિક્રિયા આપવાનો કર્યો ઇન્કાર
- લગભગ તમામ મુસ્લિમ વસતી વધુ ધરાવતી સીટો પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. પાર્ટી અને સીટ બદલનાર મોટાભાગના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે
- શરૂઆતના રૂઝાનોમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી ચૂકી છે, આમ આદમી પાર્ટી 50  સીટો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપ 13 સીટો પર આગળ છે. જો કે હજુ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે. - કોંગ્રસનું હજુ સુધી ખાતુ ખૂલ્યું નથી. શહાદરાથી રામનિવાસ ગોયલ આગળ ચાલી રહ્યા છે. ઓખલાથી અમાનતુલ્લા ખાન આગળ છે. વિશ્વાસનગર સીટથી ભાજપના ઓપી શર્મા આગળ ચાલી રહ્યા છે. કપિલ - મિશ્રા, તેજિંદર સિંહ બગ્ગા અને અલકા લાંબા જેવા ચર્ચિત ચહેરા પાછળ ચાલી રહ્યા છે.


42 સીટોના રૂઝાનમાં આમ આદમી પાર્ટી 32 અને ભાજપ 10 સીટો પર આગળ ચાલી રહ્યા છે
- 10 સીટોના રૂઝાન આવ્યા છે 7 પર આમ આદમી પાર્ટી આગળ, ભાજપ 3 પર આગળ છે
- પોસ્ટલ બેલેટથી 28,434 વોટ પડ્યા છે, પહેલાં તેની ગણતરી થઇ રહી છે
- દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 સીટો પર વોટોની ગણતરી શરૂ થઇ ગઇ છે
- કાનપુરમાં આપ કાર્યકર્તાઓએ ભગવાનથી પાર્ટી માટે જીતની પ્રાર્થના કરી
-#DelhiElections2020: કાનપુરમાં આપના સમર્થક પૂજા કરતા દેખાયા. દિલ્હીના તમામ 70 વિધાનસભા સીટો માટે
- મનીષ સિસોદિયાએ કહ્યું કે આ જીત એ લોકોની છે જેમણે 5 વર્ષ કામ કર્યું. થોડીક નર્વસનેસ તો છે. રિઝલટ આવતા પહેલાં આવું બધાની સાથે હોય છે. ઇશ્વરને પ્રાર્થના કરું છે કે જેટલી પ વર્ષમાં મહેનત કરી છે, આજે જીતી જઇએ તો ફરી 5 વર્ષ આ રીતે મહેનત કરીશું. શિક્ષણ-સ્વાસ્થ્ય માટે કામ કરવું સાચ્ચો રાષ્ટ્રવાદ છે.
 


પરિણામ પહેલાથી જ આમ આદમી પાર્ટીના ઓફિસમાં ઉત્સવનો માહોલ છે. AAP કાર્યકર્તાઓએ આખી ઓફિસને ફુગ્ગાઓથી સજાવી છે. પરિણામ દરમિયાન અરવિંદ કેજરીવાલ સહિત મોટા નેતા અહી પર જ રહેશો.  ચૂંટણી તસ્વીર સ્પષ્ટ થયા પછી અરવિંદ કેજરીવાલ મીડિયા સાથે વાત પણ કરશો. 
 
-નવી દિલ્હી અસેંબલી સીટ પર બીજેપીની તરફથી સુનીલ કુમાર યાદવ મેદાનમાં છે. કોંગ્રેસે રોમેશ સબરવાલને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી (AAP)ની તરફથી દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ ફરીથી મેદાનમાં છે. 
 
- પરિણામ પહેલા મનોજ તિવારીએ હનુમાન ચાલીસા વાંચી.. ચૂંટણી પરિણામો પહેલા બીજેપી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ ફરી દાવો કર્યો કે આજે બીજેપી જ સરકાર બનાવશે અને ચૂંટણીમાં મોટી જીત મેળવશે.  મનોજ તિવારીએ મીડિયા સામે હનુમાન ચાલીસા ગાઈ બતાવી 
 
-આમ આદમી પાર્ટીના ઓફિસની બહાર સમર્થકોની ભીડ ભેગી થવા માંડી છે. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ પરિણામ પહેલા મંત્ર ટ્વીટ કર્યો. 
 
ॐ असतो मा सद्गमय। 
तमसो मा ज्योतिर्गमय। 
मृत्योर्मामृतं गमय।।
- હે ઈહ્સ્વર અમને અસત્યથી સત્યની તરફ લઈ જાવ.. અંધકારથી પ્રકાશની તરફ લઈ જાવ. મૃત્યુથી અમરતાના ભાવ તરફ લઈ જાવ. 

- ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી અને વેસ્ટ દિલ્હીથી ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ દાવો કર્યો છે તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. બંને નેતાઓએ દાવો કર્યો છે કે દિલ્હીની પ્રજાએ ભાજપના પ્રત્યે વિશ્વાસ વ્યકત કર્યો છે