બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. દિવાળી 07
Written By કલ્યાણી દેશમુખ|

દિવાળીમાં લક્ષ્મીને આરાધના કરો

W.DW.D

મોટાભાગના લોકોને તો એ જ ખબર નથી પડતી કે દીવાળી કેવી રીતે ઉજવવી જોઈએ. કાર્તિક કૃષ્ણ પક્ષ અમાસે દીવાળી મનાવવામાં આવે છે. તે દિવસે ધન આપનારી 'મહાલક્ષ્મી' અને ધનના અધિપતિ 'કુબેર'નું પૂજન કરવામાં આવે છે.

અમારા જૂના આખ્યાનોમાં આ પર્વને મનાવવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આનો સંબંધ અમારા જીવનમાં વય, આરોગ્ય ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિની દિવસોદિવસ પ્રાપ્તિથી છે.

ઉંમર વગર ધન, યશ, વૈભવનો કોઈ પણ ઉપયોગ છે જ નહી. તેથી સૌ પહેલા આયુ વૃધ્ધિ માટે અને આરોગ્ય પ્રાપ્તિની કામના કરવમાં આવે છે. તે પછી તેજ, બળ અને પુષ્ટિની કામના કરવામાં આવે છે. ત્યારબાદ ધન, જ્ઞાન, અને વૈભવની પ્રાપ્તિની કામના કરવામાં આવે છે.

ઉંમર અને આરોગ્યની વૃધ્ધિની સાથે જ બીજી વસ્તુની પ્રાપ્તિ માટે ક્રમવારે આ તહેવાર ધન-તેરસ, કાળી ચૌદસ, કાર્તિક અમાસ (દીવાળી-મહાલક્ષ્મી,કુબેર પૂજન) અન્નકૂટ(ગૌ પૂજન) ભાઈ-બીજ, (યમ દ્વિતીયા)ના રૂપમાં પાઁચ દિવસ સુધી મનાવવામાં આવે છે.

અ) દીવાળી -
કાર્તિક કૃષ્ણ પક્ષ અમાસે દીવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે અનુષ્ઠાનપૂર્વક પૂજન કરવાનું વિધાન છે.

તે જ ક્રમમાં ગણેશ, સરસ્વતી, મહાકાળી, કુબેર, માતૃકા, કળશ, નવગ્રહ પૂજન કરવામાં આવે છે. સાથે જ નવા વહી ખાતા, લેખની-દવાત, ઘર-દુકાનના મુખ્ય દરવાજે, દીપમાળાનું પણ પૂજન કરવામાં આવે છે. મહાલક્ષ્મીના વિભિન્ન આઠ અંગોની આઠ સિધ્ધિયોની પ્રાપ્તિ માટે પૂજન કરવામાં આવે છે. દીવાળીની રાતે લક્ષ્મીની પ્રાપ્તિ માટે વિશેષ તાંત્રિક મહત્વ છે. આ દિવસે સંપૂર્ણ રાતે જાગરણ કરીને 'લક્ષ્મી'ને ખુશ કરવા માટે લક્ષ્મી આપનારા શ્રી સૂર્ય, લક્ષ્મી સૂત,વિષ્ણુ સતનામ, લક્ષ્મી યંત્ર પૂજન વગેરેનું પોતની કાર્ય કુશળતા મુજબ જપ અને હવન કરવામાં આવે છે. ખાસ કરીને શ્રી યંત્ર તંત્રોનું પૂજન કરવામાં આવે છે.

બ) દિવાળીનદિવસશુકરશો ?
- સરસ્વતીમા રૂપમાં વહી-ખાંતાઓનું પૂજન કરવામાં આવે છે.
-'મહાકાળી'ના રૂપમાં સ્યાહીનું પૂજન કરવામાં આવે છે.
- કુબેરના રૂપમાં તિજોરીનું પૂજન કરવામાં આવે છે.
- ઘરના વ્યાપારિક પ્રતિષ્ઠાનના મુખ્ય દરવાજા પર સ્વસ્તિ વાચક ચિન્હ વગેરે અંકિત કરી તેમનું પૂજન કરવામાં આવે છે.
- દીવો સળગાવી તેને ક્રમવાર સજાવી મહાલક્ષ્મીના પ્રકાશના રૂપમાં પૂજન કરવામાં આવે છે. આ દીવાઓથી દેવસ્થાન, ઘર
સજાવવામાં આવે છે.
- દરિદ્રતાના નાશ માટે, આર્થિક પ્રગતિમાં બાધા દૂર કરવા, આર્થિક ઉન્નતિ માટે, વિભિન્ન શ્લોક, કવચ, વેદો, મંત્રોનું અનુષ્ઠાન દીવાળીની રાતે કરવામાં આવે છે.
- પ્રસન્નતા વ્યક્ત કરવા માટે ફટાકડાં ફોડવામાં આવે છે. મિત્રો, સગા-સંબધીયોને શુભ કામનાઓ આપવામાં આવે છે. મીઠાઈ અને ભેટનું વિતરણ કરવામાં આવે છે.
- વડીલો અને પૂજ્ય વ્યક્તિઓના આશીર્વાદ લેવામાં આવે છે.

આ રીતે દીવાળીને લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે.