ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની વાનગીઓ
Written By
Last Updated : ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (15:00 IST)

દિવાળી સ્પેશિયલ મીઠાઈ - સુરતી ઘારી Surti ghari

સામગ્રી - 750 ગ્રા. ઘઉંનો લોટ, 10 ગ્રામ એલચીનો પાવડર, 500 ગ્રામ ઘી, 400 ગ્રામ ચણાનો કકરો લોટ, 500 ગ્રામ દળેલી ખાંડ, જાયફળ

બનાવવાની રીત : ચણાના લોટને 100 ગ્રામ ઘીમાં બરાબર શેકી લો. હવે તેમા દળેલી ખાંડ, એલચીનો ભૂકો, જાયફળ ઘસીને નાખો અને પૂરણ તૈયાર કરો. 

ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી કઠણ લોટ બાંધો. આ લોટના લૂઆ કરી તેની પૂરી વણો. આ પૂરી પર ઉપરોક્ત તૈયાર પૂરણ ભરો અને બીજી પૂરી વણી તેની પર મુકો. હવે પૂરીને ચારેબાજુથી બંધ કરી તેને કપડાંથી ઢાંકી દો. આ રીતે બધી જ પૂરી તૈયાર કરો. 

આ પૂરીઓને ઘી માં તળી લો અને થાળીમાં ગોઠવતા જાવ. આ પૂરી ઠંડી થાય કે તેના પર ઘી રેડો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ સુરતી ઘારી. ઠંડી પડે કે સર્વ કરો. 

નોંધ : જો તમે માવા ઘારી બનાવવા માંગતા હોય તો ચણાના લોટની જગ્યાએ તેટલો જ માવો લઈને શેકી નાખો અને તેમા ખાંડ તેમજ ડ્રાયફૂટ્સ નાખી પૂરણ તૈયાર કરો.