ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. નવરાત્રી 07
Written By કલ્યાણી દેશમુખ|

અસત્ય પર સત્યનો વિજય - વિજયાદશમી

W.D
જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં વિજય છે, લક્ષ્મી છે, કલ્યાણ અને શાશ્વત નીતિ છે. એવો મારો અભિપ્રાય છે. આવું મહર્ષિ વ્યાસે ગીતાના અંતિમ શ્લોકમાં સંજયના મોઢા વડે કહેવડાવ્યું છે.

યોગેશ્વર કૃષ્ણ એટલેકે ઈશકૃપા અને ધનુર્ધર પાર્થ એટલેકે માનવ પ્રયત્ન. આ બંનેનો જ્યા સુયોગ હોય ત્યાં શુ અશક્ય છે ? માનવીના અથાગ પ્રયત્નો અને અવતરિત ઈશ્વવરની કૃપા જ્યાં મળી જાય ત્યાં વિજયના જ શૂર સંભળાશે. આ એક સંપૂર્ણ સત્ય છે. દશેરાનો ઉત્સવ એટલે કે શક્તિ અને શક્તિના સમન્વયને સમજાવનારો ઉત્સવ. નવરાત્રિમાં નવ દિવસ જંગદબાની ઉપાસના કરીને શક્તિશાળી બનેલો મનુષ્ય વિજય મેળવવા નાચી ઉઠે તે સ્વભાવિક છે. આ દ્રષ્ટિએ દશેરાનો ઉત્સવ અર્થાત વિજય માટે પ્રસ્થાનનો ઉત્સવ.

ભારતીય સંસ્કૃતિ હંમેશાથી વીરતાની ઉપાસક રહી છે. સમાજમાં રહેતા વ્યક્તિઓમાં વીરતા પ્રકટ થાય તે દ્રષ્ટિએ પણ દશેરાની ઉજવણી કરવામાં આવે છે. જો યુધ્ધ કરવું જ છેલ્લો ઉપાય હોય તો શત્રુના પ્રહારની રાહ જોયા વગર જ આપણે આક્રમણ કરીને શત્રુને કમજોર કરવો એ જ કુશળ રાજનીતિ છે. શત્રુ પહેલા અમારા રાજ્યમાં દાખલ થાય, લૂટફાંટ કરે અને ત્યારબાદ લડવાની તૈયારી કરવામાં આવે, એટલા નાદાન આપણા પૂર્વજ નહોતા. શત્રુનો દુર્વ્યવ્હાર જોઈને જ તેની સીમા પર ચઢી જવુ જોઈએ. રોગ અને શત્રુનું તો નિર્માણ થતા જ તેમને નાબૂદ કરવા જોઈએ. એકવાર જો તેઓ દાખલ થઈ જાય તો તેમની પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ જાય છે.

પ્રભુ રામજીના સમયથી જ આ દિવસ વિજય પ્રસ્થાનનું પ્રતિક બનેલું છે. ભગવાન રામચંદ્રે રાવણને માત આપવા આ જ દિવસે પ્રસ્થાન કર્યુ હતુ. શત્રપતિ શિવાજીએ પણ ઔરંગઝેબને હેરાન કરવા માટે આ દિવસે જ પ્રસ્થાન કરી હિન્દૂ ધર્મનું રક્ષણ કર્યુ હતુ. અમારા ઈતિહાસમાં અનેક ઉદાહરણ છે. જ્યારે હિન્દૂ રાજા આ દિવસે વિજય-પ્રસ્થાન કરતા હતા.

વરસાદની કૃપાથી માનવી જ્યારે ધન-ધાન્ય થી સમૃધ્ધ બન્યો હોય , તેનુ મન આનંદથી ભરપૂર હોય, નસ નસમાં ઉત્સાહ છલકાતો હોય ત્યારે તેને વિજય પ્રસ્થાન કરવાનું મન થાય તે સ્વાભાવિક છે. વરસાદ ગયા પછી રસ્તાનું કીચડ પણ સુકાઈ ગયુ હોય, હવામાન અનુકૂળ હોય, આકાશ સ્વચ્છ હોય, આવુ વાતાવરણ યુધ્ધમાં અનુકૂળતા લાવી દે છે. નવ-નવ દિવસ સુધી માઁ અંબાની ઉપાસના કરીને પ્રાપ્ત થયેલી શક્તિ પણ શત્રુનો સંહાર કરવાની પ્રેરણા આપતી રહે છે.