શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. નવરાત્રી 07
Written By વેબ દુનિયા|

માતા અંબાજીના ગરબા સાથે રાસની રમઝટ

વિશ્વનુ તંત્ર એક પરમાત્‍માની ઇચ્‍છા વડે જ ચાલી રહ્યું છે સ્‍થાવર, જંગમ સર્વ પ્રાણી માત્ર ઈશ્‍વરની ઇચ્‍છાને આધીન છે.
સાચી કે ખોટી જ્‍યારે જેવી પ્રેરણા થાય, તેવું કાર્ય કરવા જીવપ્રેરાય છે.પરંતુ પ્રભુ કૃપા હોય તો સત્‍કર્મ કરવા અને દુષ્‍કર્મથી દૂર થવા નિશ્‍ચયી થવાય છે. ખરૂ કહુ તો આ માતાજી વિશેની માહિતી મેળવવાની પ્રેરણા અમને પરમ કૃપાળુ પરમાત્‍માની જ રહી હશે ?
ગુજરાતનો ભાતીગળ ભંડાર એટલે રાસ ગરબા - રાસગરબા એટલે ગુજરાતનું ઘબકતુ હૃદય, જુવાન હૈયાનો જુવાળ, રાતનો રણકાર, મીઠા ઉજાગરા, શણગારની વણઝાર સાથે અમારો પ્રથમ પ્રયાસ અને તમારો પ્રથમ અનુભવ મળીને ભારતના ગર્વિષ્ટ, ગુજરાતને અને તેના આ મ્‍હાલતા ઉત્‍સવને, દેશ-વિદેશમાં રહેલા આપણા પોતાના ગુજરાતી નાગરિકોને પહોંચાડવા માટે જ છે. આ અવસરને આવકારીને ગૌરવ પ્રદાન કરશો, તેવી આશા છે. આમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાનો સમન્‍વય કરીને પ્રસ્‍તુત કરીએ છીએ.

પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે
મહાકાળીને જઇને કહેજે ગરબે ઘૂમે રે
પંખીડા ....... ઓ પંખીડા ...... પંખીડા ....... ઓ પંખીડા
ઓલ્‍યા ગામના સુથારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે
બાજઠ લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ....... ઓ પંખીડા ......... પંખીડા ....... ઓ પંખીડા
ઓલ્‍યા ગામના કુંભારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કહેજો રૂડા ગરબા લાવો રે
ગરબો લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને ...........
પંખીડા .......... ઓ પંખીડા ........
ઓલ્‍યા ગામના સોનીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડી નથની લાવો રે
નથની લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ........ ઓ પંખીડા ........
ઓલ્‍યા ગામના ગાંધીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી ચુંદડી લાવો રે
લાલ લાવો, લીલી લાવો, પીળી લાવો રે
મારી મહાકાળી જઇને ............
પંખીડા ....... ઓ પંખીડા ..........
ઓલ્‍ય ાગામના માળીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી માળા લાવો રે
માળા લાવો, ગજરા લાવો, સુંદર લાવો રે
મારી મહાકાળીને ..........