શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. નવરાત્રી 07
Written By વેબ દુનિયા|

મથુરામા ખેલ ખેલી આવ્યા

ખેલ ખેલ રે ભવાની મા જય જય અંબે મા

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો શ્યામ ક્યાં રમી આવ્યા.. 2)

નાકની નથણી ક્યાં મુકી આવ્યાં, 2)
વાળી તે કોણી પહેરી લાવ્યા.. હો શ્યામ ક્યાં રમી આવ્યા.. મથુરામાં ખેલ

કેડનું પિંતાબર ક્યા મુકી આવ્યા 2)
ઓઢણી તે કોની ઓઢી આવ્યા.. હો શ્યામ ક્યાં રમી આવ્યા... મથુરામાં ખેલ

પગના કડલાં ક્યાં મુકી આવ્યા 2)
ઝાંઝરા તે કોના પહેરી લાવ્યા હો શ્યામ ક્યાં રમી આવ્યા... મથુરામાં ખેલ

કાનના કુંડલ ક્યાં મુકી આવ્યા 2)
એરીંગ તે કોના પહેરી આવ્યા હો શ્યામ ક્યાં રમી આવ્યા.. મથુરામાં ખેલ


ખેલ ખેલ રે ભવાની મા જય જય અંબે મા.
મારી અંબા માને કાજે રે ,, ,, ,,
બાળી બહુચરાને કાજે રે ,, ,, ,,
મારી બુટ માને કાજે રે ,, ,, ,,
કાળી કાળકા ને કાજે રે ,, ,, ,,
માનાં નોરતાં આવ્‍યાં રે ,, ,, ,,
ઘેર ઘેર ગરબા ગાયે રે ,, ,, ,,
ચાચર ચંદનીઓ બંધાવું રે ,, ,, ,,
તેમાં શોભા ઘણી થાયે રે ,, ,, ,,
માને સેવક ચાચર લાવે રે ,, ,, ,,
માજી ચાચર રમવા આવે રે ,, ,, ,,
માજી શણગાર સજી આવે રે ,, ,, ,,
માજી રૂમઝુમતાં આવે રે ,, ,, ,,
માજી ગરબો લઈ ને ગાવે રે ,, ,, ,,
ભક્‍તો દર્શન કાજે આવે રે ,, ,, ,,
માના ગરબા જે કોઈ ગાવે રે ,, ,, ,,
માજી તેને પ્રસન્ન થાયે રે ,, ,, ,,
તેને સુખ સંપત્તિ આપે રે ,, ,, ,,
તેનો વંશ વૃદ્ધિ રાખે રે ,, ,, ,,
તેનો વિઘ્‍ન માજી કાપે રે ,, ,, ,,
તેને વૈંકુંઠ વાસ આપે રે ,, ,, ,,