ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : શુક્રવાર, 25 ઑગસ્ટ 2017 (10:18 IST)

ગણેશજીને સિંદૂર ચઢાવવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે

પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જ્યોતિષ મુજબ બુધવારે બુધ ગ્રહ માટે ખાસ ઉપાય કરવામાંં આવે છે.  
શ્રીગણેશને મોદકનો  ભોગ લગાડો. ગણેશજીની પૂજાથી પણ બુધ ગ્રહના દોષ દૂર થઈ જાય છે. 
 
સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરતા  પહેલા કોઈ  જ્યોતિષી પાસે કુંડળીનો અભ્યાસ કરાવી લેવો  જોઈએ. 
 
ગણેશજીને સિંદૂર ચઢાવો. હનુમાનજીના સાથે ગણેશજીનો  શ્રૃંગાર પણ સિંદૂરથી કરાય છે. આથી ગણેશજીને સિંદૂર ચઢાવવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે. 
 
બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો. ગાયને પૂજનીય અને પવિત્ર ગણાય છે. ગૌમાતાની સેવાથી બધા દેવી દેવતાઓની કૃપા બની રહે છે. 
 
લીલા મગ બુધ ગ્રહથી સંબંધિત અન્ન છે. કોઈ ગરીબ માણસ કે કોઈ મંદિરમાં એનુ  દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત થઈ જાય છે. 
 
બુધવારે સવારે જલ્દી ઉઠીને અને સ્નાન વગેરે કર્યા પછી ગણેશજીના મંદિર જવું. શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો . દૂર્વા 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે.  
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati