શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By

ગણપતિના પ્રિય મોદક

સામગ્રી : 3 કપ સોજી, 6થી 7 ચમચી ચાશણી, દોઢ કપ નારિયેળ, 1થી 2 ચમચી ઇલાયચીનો પાવડર, 1 ચમચી ઘી, સ્વાદ અનુસાર મીઠં અને 2-3 કપ તેલ.
 
P.R

બનાવવાની રીત : એક વાટકામાં થોડું દૂધ લો અને તેમાં કેસર નાંખી 15 મિનિટ સુધી પલાળી રાખો. હવે મેંદો લો અને તેમાં સોજી મિક્સ કરો. ત્યારબાદ તેમાં કેસર પણ ઉમેરી દો. લોટમાં મીઠું અને પાણી મિક્સ કરો અને પછી 10 મિનિટ સુધી પુરીનો લોટ બાંધતા હોવ તે રીતે લોટને બરાબર મસળી બાજુએ મૂકી દો.

હવે એક ડીપ ફ્રાઇંગ પેન લો અને તેને ગેસ પર મૂકો. તેમાં ખાંડની ચાશણી નાંખો. ચાશણીને પેન પર સારી રીતે ફેલાવો અને પછી તેમાં નારિયેળ પાવડર, ઇલાયચી પાવડર નાંખી થોડી મિનિટો સુધી શેકો. પછી તેમાં ઘી નાંખો અને મિક્સ કરી ગેસ પરથી પેનને ઉતારી લો અને ઠંડી થવા દો.

હવે બાંધેલા લોટમાંથી લુઆ પાડી તમારી હથેળીઓથી તેને દબાવી તેમાં નારિયેળનું મિશ્રણ ભરો. દરેક ગોળીમાં 1 ચમચી મિશ્રણ ભરો અને પછી લોટને ચારે તરફથી એકસાથે દબાવી દો.

હવે ફ્રાઇંગ પેન લો અને તેલ ગરમ કરો. પછી ઉપર પ્રમાણે લોટમાં ભરીને તૈયાર કરેલા તમામ મોદક ગોલ્ડન રંગના થાય ત્યાંસુધી તળી લો.