બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. ગણેશોત્સવ
Written By વેબ દુનિયા|

ગણેશોત્સવ માટે ગણપતિ બાપ્પાનો વીમો 224 કરોડનો..!!!

P.R
ગણેશોત્સવના પ્રસંગે આ વખતે વીમા કંપનીઓને સૌથી વધુ પ્રીમિયમ મળવાની આશા છે. મુંબઇના સૌથી ધનવાન જીએસબી સેવા મંડળે આ વખતે રર૪ કરોડ રૂપિયાનો વીમો લેવાનું એલાન કર્યું છે.

મંડળે ગત વર્ષે પણ રર૦ કરોડ રૂપિયાનું વીમાકવચ લીધું હતું. લાલબાગ રાજાએ પણ આ વખતે વીમાની રકમ ત્રણગણી વધારી દીધી છે.આ વખતે તેમણે વીમાકવચ ૧૪ કરોડ રૂપિયાથી વધારીને ૪પ કરોડ રૂપિયાનું કર્યું છે. વીમો બે માસ માટે કરાવાયો છે. રાજા ગણેશોત્સવ મંડળના મતે લાલબાગના રાજાનો આ વીમો ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સમાં કરાવાયો છે. વીમાની અવધિ ૧૮ ઓગસ્ટથી ૧૭ ઓક્ટોબર સુધીનો છે.

નોંધનીય છે કે, ૧૦ દિવસ સુધી ઉજવાતો ગણેશચતુર્થીનો તહેવાર ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઇને ર૯ ડિસેમ્બર સુધી ચાલવાનો છે. આ ઉત્સવ દરમિયાન મંડળોમાં ભારે ભીડ જામેલી રહે છે. મંડળના અધિકારીઓનું માનવું છે કે સોના-ચાંદી સહિત અન્ય સામાનોની કિંમત ઘણી વધી ગઇ છે જેના કારણે વીમાની રકમ વધારવી જરૂરી છે.

જીએસબી સેવા મંડળે વીમા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. દેશની સૌથી મોટી ૬ વીમા કંપનીઓમાંથી એકને આ માટે પસંદ કરવામાં આવશે. રર૪ કરોડના વીમા કવચમાં રિસ્ક કવર, આવનારા તમામ લોકો માટે અકસ્માત રક્ષણ, ફોયર કવર અને થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ સામેલ છે.