શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 23 જાન્યુઆરી 2014 (17:23 IST)

આઇબીએનના સર્વે કહે છેઃ મોદીના નામનું વાવાઝોડુ ફુંકાશે

P.R


જો લોકસભાની ચૂંટણી અત્યાોરે યોજાય તો ભાજપને ગુજરાત, મહારાષ્ટ્રવ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જોરદાર ફાયદો થાય તેમ છે. જયારે કોંગ્રેસના ગાભા-છોતરા નીકળી જાય તેવી શકયતા છે. કોંગ્રેસને મળતા મતોની ટકાવારી પણ ઘટશે. જયારે ભાજપની ટકાવારી મજબુત બનશે. આઇબીએન-૭ના સર્વે અનુસાર ગુજરાતમાં મોદીનું વાવાઝોડુ ફુંકાશે અને કોંગ્રેસના સુપડા સાફ થઇ જશે.

સર્વે અનુસાર ગુજરાતમાં ભાજપને ર૦ થી રપ બેઠકો મળશે. મોદી ભાજપના પીએમ પદના ઉમેદવાર હોવાથી ભાજપને તેનો ભરપુર ફાયદો મળશે. સર્વે અનુસાર ડિસેમ્બડર-ર૦૧રની ચૂંટણીમાં પછડાટ ખાધા છતાં કોંગ્રેસની સ્થિરતિ નહી સુધરે કોંગ્રેસ માત્ર ૧ થી ૪ બેઠકો જીતી શકે તેમ છે. ગુજરાતમાં લોકસભાની કુલ ર૬ બેઠકો છે. જેમાંથી અન્યોડના ખાતામાં ૦ થી ર બેઠકો મળશે.

સર્વે અનુસાર જો આજે ચૂંટણી થાય તો ૩ર ટકા લોકો કોંગ્રેસને મત આપશે જયારે ભાજપને પ૩ ટકા મતો મળી શકે તેમ છે. આમ આદમી પાર્ટીને ૭ ટકા તો અન્યનને ૮ ટકા મતો મળશે.

સર્વેમાં એક બાબત સામે આવી છે કે, નરેન્દ્ર મોદી પોતાના રાજયમાં ભરપુર લોકપ્રિયતા ધરાવે છે. મુખ્યએમંત્રી તરીકે તેમની કામગીરી પણ લોકોએ વખાણી છે. સર્વે અનુસાર ૭૦ ટકા લોકો મોદીના કામથી સંતુષ્ટય છે જયારે રર ટકા લોકોએ અસંતુષ્ટો હોવાનું જણાવ્યુર હતુ તો ૮ ટકા લોકોએ કોઇ અભિપ્રાય આપ્યો્ ન હતો.

સર્વે અનુસાર મહારાષ્ટ્ર માં ભાજપ શિવસેના ગઠબંધનને રપ થી ૩૩ બેઠકો મળવાની શકયતા છે જયારે કોંગ્રેસને ૧ર થી ર૦ બેઠકો મળવાની શકયતા છે. મહારાષ્ટ્ર્માં કોંગ્રેસને આદર્શ રિપોર્ટ અને આંતરિક ખટપટ નડશે. મનસે કોઇ કરિશ્માબ બતાડી નહી શકે. રાજયમાં અન્યો્ને ૧ થી પ બેઠકો મળશે.

મધ્ય પ્રદેશમાં ભાજપને ર૩ થી ર૭ અને કોંગ્રેસને માત્ર ર થી પ બેઠકો જ મળશે. રાજયમાં શિવરાજસિંહ ચૌહાણનો જાદુ મતદારો ઉપર છવાયો છે.

છત્તીસગઢમાં ભાજપને પ૦ ટકા લોકો મત આપશે જયારે કોંગ્રેસને ૩૪ ટકા મતો મળવાની શકયતા છે.

આઇબીએનના સર્વે અનુસાર મોદીના નેતૃત્વલમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવશે. સર્વે અનુસાર પુર્વ દક્ષિણમાં પ્રાદેશિક પક્ષોનો દબદબો રહેશે. સર્વે અનુસાર ગુજરાત, મધ્યકપ્રદેશ, મહારાષ્ટ્રા, પ.બંગાળ, બિહાર, ઓરિસ્સાન, આંધ્ર, કર્ણાટક, તામિલનાડુ, કેરળની ૩૩પ બેઠકોમાંથી ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવશે. આ રાજયોમાં ભાજપ શિવસેના ૯૦ થી ૧પ૦ બેઠકો મેળવશે તો કોંગ્રેસ પ૦ થી ૧૦૧ બેઠકો મેળવશે. ૪૬ ટકા લોકો મોદીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે.

મતોની ટકાવારી જોઇએ તો એનડીએને ૪૪ ટકા અને યુપીએને ૩પ ટકા મતો મળશે. આમ આદમી પાર્ટીને પ ટકા તો જેડીયુને ૭ થી ૧૩ ટકા મતો મળશે.