શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 23 એપ્રિલ 2014 (11:15 IST)

આજે કાશીથી ઉમેદવારીપત્ર ભરશે કેજરીવાલ, અંસારી કરશે સમર્થન

. વારાણાસીથી બીજેપી ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુદ્ધ આજે કેજરીવાલ પોતાનુ ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેજરીવાલનો રોડ શો યોજવામાં આવશે. તેમનો રોડ શો સવારે 9 વાગ્યે શરૂ થશે. આ રોડ શો લહુરાબીર ચાર રસ્તાથી શરૂ થઈને કચેરી પર પુરો થશે. બપોરે લગભગ 12 વાગ્યે કેજરીવાલ ઉમેદવારી નોંધાવશે. 
 
મુખ્તાર અંસારીની પાર્ટી કોમી એકતા દળે કહ્યુ કે જો આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મોદી વિરુદ્ધ મજબૂત દાવેદારી રજૂ કરશે અને મોદીને હરાવવાની સ્થિતિમાં હશે તો પાર્ટી કેજરીવાલનુ સમર્થન કરી શકે છે. 
 
આવનારી રાત પહેલા અને એ રાત પછી વારાણસીમાં જે કઈ થવાનુ છે તેની ગૂંજ લાંબા સમય સુધી સાંભળવા મળશે. આવનારી રાત પહેલા મતલબ આજે અરવિંદ કેજરીવાલ ઉમેદવારી પત્ર ભરશે તો આ રાત પછી મતલબ ગુરૂવારે નરેન્દ્ર મોદી ઉમેદવારીપત્ર ભરશે.  નરેન્દ્ર મોદી સામે કેજરીવાલને પડકારનો આ બીજો તબક્કો હશે. જે અરવિંદ કેજરીવાલની અસરને આજે રાજનીતિમાં મહત્વપૂર્ણ રીતે લેવામાં આવી રહી છે, જે કેજરીવાલની રાજનીતિની નકલ દેશના બીજા દૂર દૂરના ક્ષેત્રોમાં જોવા મળી એ કેજરીવાલ પોતાની ઉમેદવારી દરમિયાન મોદી સ્ટાઈલની નકલ કરતા જોવા મળી શકે છે.  એવુ કહેવાય રહ્યુ છે કે કેજરીવાલ પોતાના ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન પ્રસ્તાવકોમાં વારાણસીનો એક ચા વાળો પણ હશે.  વારાણસીમાં દરેક દળ મોદી સાથે લડતો જોવા મળી રહ્યો છે. બધાનો પ્રયત્ન એ છે કે એક વિરોધી વોટ વહેંચાય નહી. 
 
મુખ્તાર અંસારીના ભાઈ અફજલ અંસારીએ કહ્યુ કે અમારી પાર્ટીના લોકોની ઈચ્છા છે કે અમે મોદીને હરાવવા માટે તેમનુ સમર્થન કરી શુ જે મોદીને હરાવી શકે. 
 
નામાંકન પહેલા કેજરીવાલનો એક રોડ શો હશે. કેજરીવાલ રોડ શો કરતા લહુરાબીર ચારરસ્તાથી કચેરી સુધી જશે. રોડ શો માં ગાડીઓનો કાફલો નહી હોય. ફક્ત એક ખુલી જીપ હશે. જેના પર સવાર થઈને તેઓ ઉમેદવારીપત્ર ભરશે.  આ દરમિયાન આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓ તેમની સાથે રહેશે. છઠ્ઠા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા થનારા આ ઉમેદવારી પત્ર પર સૌની નજર રશે. પણ તેના એક દિવસ પછી ગુરૂવારે જ્યારે દેશના 117 સંસદીય ક્ષેત્રો પર વોટ પડી રહ્યા હશે ત્યારે લોકોની નજર ફરી વારાણસી પર રહેશે કારણ કે ત્યારે મોદી ઉમેદવારી પત્ર ભરી રહ્યા હશે.