ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: અમેઠી : , શુક્રવાર, 2 મે 2014 (18:01 IST)

કોંગ્રેસ-બીજેપીને વોટ આપવો દેશ અને ખુદા સાથે ગદ્દારી - કેજરીવાલ

અમેઠીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસનો ચૂંટણી પ્રચાર કરવા ગયેલા અરવિંદ કેજરીવાલે વિવાદાસ્પદ નિવેદન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને બીજેપને વોટ આપવો દેશ અને ખુદા સાથે ગદ્દારી હશે. કેજરીવાલે આટલેથી નહીં અટકતાં કોંગ્રેસ અને બીજેપી પર અમેઠીમાં પૈસા વહેંચવાનો
આરોપ લગાવતાં કહ્યું હતું કે, મતદાર બંને પાસેથી પૈસા ભલે લે. પરંતુ મત તો દિલ્હીના લોકોની જેમ આમ આદમી પાર્ટીને જ આપે.
 
આજે અમેઠીમાં કુમાર વિશ્વાસનો પ્રચાર કરવા આવેલા કેજરીવાલે જાહેરસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જો અમેઠીના લોકો કોંગ્રેસને વોટ આપશે તો દેશ સાથે ગદ્દારી થશે. તમે ખોટું ન લગાડતાં. ભાઈઓ હું ખોટું તો નથી બોલી રહ્યો ને? ભાષણના અંતે તેણે ફરીવાર પોતાની વાતને દોહરાવતા જણાવ્યું હતું કે, હું તમને ફરી એકવાર કહી રહ્યો છું કે જો એક પણ મત કોંગ્રેસ કે બીજેપીને આપશો તો તમે ખુદા અને આ દેશની સાથે ગદ્દારી કરશો.
 
કેજરીવાલે બીજેપી અને કોંગ્રેસ પર મિલીભગતનો આરોપ લગાવતાં કહ્યું હતું કે, બીજેપીએ કુમાર વિશ્વાસના મત તોડવા માટે સ્મૃતિ ઈરાનીને અમેઠીમાં મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસના નહીં પરંતુ બીજેપી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર છે. આવી જ રીતે નરેન્દ્ર મોદી પણ વારાણસીમાં બીજેપીના નહીં પરંતુ બીજેપી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર છે.
 
કેજરીવાલે જણાવ્યું હતું કે, અમેઠીમાં રાહુલની હાર જોઈને કોંગ્રેસ ખરાબ રીતે ગભરાઈ ગઈ છે. આ કારણે જ સોનિયા ગાંધી 14 વર્ષમાં પહેલીવાર અમેઠી આવ્યા છે. પહેલાં પ્રિયંકા ચૂંટણીમાં બે દિવસ માટે અમેઠી અને રાયબરેલીમાં આવતી હતી. આ વખતે 14 દિવસથી અહીં પડાવ નાંખ્યો છે. રાહુલને જીતાડવા માટે દિલ્હી અને હરિયાણામાંથી અનેક મોટા દિગ્ગજ કોંગ્રેસી નેતાઓને અહીં બોલાવવામાં આવ્યા છે.