શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 22 એપ્રિલ 2014 (11:02 IST)

ગિરિરાજ અને તોગડિયાના નિવેદન પર મોદી બોલ્યા બિનજવાબદાર નિવેદન ન કરશો

. બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સતત વિવાદિત નિવેદન આપી રહેલ પાર્ટી નેતાઓને આજે કડક શબ્દોમાં સલાહ આપી છે.  મોદીને ટ્વીટ કરીને કહ્યુ કે ખુદને બીજેપીના શુભચિંતક  બતાવનારા કેટલાક લોકો પોતાના નિવેદનોથી વિકાસ અને સુશાસનના મુદ્દે પર ચાલી રહેલ પ્રચાર અભિયાનને ભટકાવી રહ્યા છે. 

હુ આવા કોઈપણ બિનજવાબદાર નિવેદનને રદ્દ કરુ છુ અને આ પ્રકારના નિવેદન કરનારા લોકોને અપીલ કરુ છુ કે તેઓ આવા નિવેદનોથી દૂર રહે.  

અત્રે એ ઉલ્લેખનીય છે કે એક અંગ્રેજી છાપામાં છપાયેલ સમાચાર મુજબ તોગડિયાએ શનિવારે ગુજરાતના ભાવનગરમાં એક રેલીમાં કહ્યુ હતુ કે મુસલમાનોને હિંદુ વિસ્તારમાં સંપત્તિ ખરીદવાથી રોકવી જોઈએ. 

બીજી બાજુ બિહારમાં બીજેપીના નેતા ગિરીરાજ સિંહે ઝારખંડના ગોડ્ડામાં એક ચૂંટણી રેલીમાં કહ્યુ હતુ કે જે લોકો તેમની પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે તેમને સામાન્ય ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ ભારત છોડીને પાકિસ્તાન જવુ પડશે. 

ગિરિરાજ સિંહે કહ્યુ હતુ કે જે લોકો નરેન્દ્ર મોદીને રોકવા(પીએમ બનતા) ઈચ્છે છે, તેઓ પાકિસ્તાનની તરફ જોઈ રહ્યા  છે. આવનારા દિવસોમાં તેમને માટે ભારતમાં કોઈ સ્થાન નહી હોય. તેમને માટે પાકિસ્તાનમાં જ સ્થાન હશે.