બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 એપ્રિલ 2014 (14:55 IST)

ગુજરાતમાં ૫૧૬ ઉમેદવારી પત્રક ભરાયા, મહિલા ઉમેદવારો માત્ર ૨૭

ગુજરાતમાં ભલે આધુનિકીકરણનો દાવો કરવામાં આવી રહ્યો હોય પણ વાત મહિલા ઉમેદવારોને ટિકીટ આપવાની આવે તો હજુ પણ રાજકીય પક્ષોમાં જૂનવાણી વલણ જોવા મળ્યું છે. લોકસભાની ચૂંટણી માટે ૫૧૬ ઉમેદવારી પત્રક ભરાયા છે, જેમાંથી માત્ર ૨૭ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ૨૭ પૈકી રાજકીય પક્ષ માટે ટિકીટ મેળવારા મહિલા ઉમેદવારોની સંખ્યા ખૂબ જ ઓછી છે.

મહેસાણામાંથી આમ આદમી પાર્ટીએ વંદના પટેલને, ભાજપે જયશ્રી પટેલને, જામનગરમાંથી ભાજપે પૂનમ માડમ, ભાવનગરમાંથી ભાજપે ભારતી શિયાળને, દાહોદમાંથી કોંગ્રેસે પ્રભા તાવિયાડ, આમ આદમી પાર્ટીએ પાર્વતી ડાંગીને, સુરતમાંથી ભાજપે દર્શના જરદોશને ટિકીટ આપેલી છે.
બહુજન સમાજ પાર્ટી દ્વારા  સુરેન્દ્રનગરમાંથી મિનાક્ષી પરમાર, ભાવનગરમાંથી ગીતા પોંડા, રાજકોટમાંથી કોકીલા પરમારને ટિકીટ આપવામાં આવી છે.રસપ્રદ રીતે અમદાવાદ ઇસ્ટ અને અમદાવાદ વેસ્ટમાંથી એકપણ મહિલા ઉમેદવાર નથી. દાહોદમાંથી સૌથી વધુ ચાર, મહેસાણામાંથી ૩, કચ્છ, રાજકોટ, નવસારી, પોરબંદરમાંથી બે-બે મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.