બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 16 એપ્રિલ 2014 (11:59 IST)

ગુજરાત રમખાણો પર માફી માંગવાના પ્રશ્ન પર મોદી બોલ્યા,'કોંગ્રેસ પહેલા પોતાના પાપોનો હિસાબ આપે'

. ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવારે ગુજરાત રમખાણો પર માફી માંગવાને પ્રશ્ને કહ્યુ કે પહેલા કોંગ્રેસે પોતાના પાપોનો હિસાબ આપવો જોઈએ. એક ઈંટરવ્યુ દરમિયાન મોદીએ 2002ના ગુજરાત રમખાણોને લઈને માફી માંગવાનો પ્રશ્ન ટાળી દીધો. મોદીને પૂછવામાં આવ્યુ કે ગુજરાત રમખાણોના વિષયમા અનેક પ્રકારના આરોપ છે. તમે દુ:ખ વ્યક્ત કર્યુ છે પણ માફી નથી માંગી. આ લોકો તમને માફી માંગવા કહી રહ્યા છે. તેમને આ પર પ્રશ્ન કર્યો કે આ કોણ લોકો છે ? શુ તેઓ કોંગ્રેસના છે ? કોંગ્રેસમાંથી કોઈ મને મળવા નથી આવ્યુ. કોઈએ પણ આ વિશે વાત નથી કરી. કોંગ્રેસના લોકોએ બીજાનો હિસાબ માંગતા પહેલા પોતાના પાપોનો હિસાબ આપે. 
 
 
જ્યારે મોદીને પૂછવામાં આવ્યુ કે શુ તેઓ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને નાણાકીય મંત્રી પી ચિંદબરમના એ નિવાદો સાથે સહમત છે કે તમે દેશ માટે સંકટ છો. તો તેમણે કહ્યુ કે મેં પ્રધાનમંત્રી મનમોહન સિંહને છેલ્લા દસ વર્ષમા આ પ્રકારની વાત કરતા ક્યારેય સાંભળ્યા નથી. મોદીએ કહ્યુ, હુ 12થી 15 વર્ષથી મુખ્યમંત્રીના રૂપમાં ગુજરાતની સેવા કરી રહ્યો છુ. જો કોઈ વ્યક્તિને સંકટ હોત તો ગલી મહોલ્લામાં રહેનારા સામાન્ય લોકોનો પણ તેમા સમાવેશ થતો. મોદીની લહેરને લઈને પૂછવામાં આવેલ પ્રશ્ન પર ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યુ, ભાજપાની લહેર છે. મોદીની નહી. મોદી પાર્ટીથી  મોટા નથી.  
 
2014ની લોકસભા ચૂંટ્ણી મોદી કેન્દ્રીત નથી. મોદીએ વિશ્વાસ બતાવ્યો કે ભાજપા નેતૃત્વવાળા એનડીએને 300થી વધુ સીટો મળવા જઈ રહી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડ્વાણી અને મુરલી મનોહર જોશીને પસંદની સીટ ન મળવા સંબંધી પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યુ કે હુ સીટોના વહેંચણીનો નિર્ણય નથી કરતો. હુ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની આંગળી પકડીને ચાલ્યો છુ. મે તેમની પાસેથી ઘણુ બધુ શીખ્યો છુ.  
 
બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષની 'ટોફી' વાળા ટિપ્પણીને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે કારણ કે નરેન્દ્ર મોદીએ તેની તુલના એક બાળક સાથે કરી દીધી. પણ ગાંધીએ તેના પર એવુ કહીને પલટવાર કર્યો કે ગુજરાતના મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિ ગૌતમ અડાણીને જમીનો ખૂબ જ ઓછી કિમંત પર આપી છે. મોદીએ કહ્યુ રાહુલની માનસિકતા હાસ્યાસ્પદ છે. અને તેઓ દેશ સમક્ષ મોંઘવારી અને બેરોજગારી જેવા મહત્વપુર્ણ મુદ્દાને બદલે ફક્ત ફુગ્ગા અને ટોફી વિશે વિચારે છે. મોદીએ કહ્યુ, મે આશા કરી રહ્યો હતો કે દેશની સમક્ષ વર્તમાન મુદ્દાને લઈને ભાજપા અને કોંગ્રેસ વચ્ચે ગંભીર ચર્ચા થશે પણ હુ નિરાશ છુ. મને સમજાતુ નથી કે કોંગ્રેસે એક એવા નેતાને કેમ આગળ કર્યો જેનુ બાળમન બાળકોની વસ્તુઓમાં ડૂબ્યુ રહે છે.