શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|

દરેક પાર્ટીઓનું એક જ લક્ષ્ય 'મોદીને હરાવો'

P.R


ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે એ નક્કી થયા બાદ હવે દરેક પાર્ટીઓનું એક જ લક્ષ્ય છે કે મોદીને હરાવો. બીજી બાજુ આપના નેતા અરવિંદ કેજરીવાલે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સામે ઉભા રહેવાની તૈયારીઓ કરી છે.ત્યારે દરેક વિરોધી પાર્ટીઓ કેજરીવાલને સમર્થન કરે તેવી શક્યતા છે.

સમાજવાદી પાર્ટીએ તો ત્યાં સુધી એલાન કર્યુ છે કે તેઓ જરુર પડે તો વારાણસીમાં પોતાનો ઉમેદવાર નહી ઉભો રાખે અને કેજરીવાલને ટેકો આપશે.કોંગ્રેસે પણ વિરોધી પાર્ટીઓનો એક સંયુક્ત ઉમેદવાર ઉભો રાખવાની તરફેણ કરી છે. કોંગ્રેસનાં નેતા અનિલ શાસ્ત્રીએ ટ્વીટ કર્યુ હતુ કે મોદીને હરાવવા માટે બસપા અને સપા પાર્ટીઓ સાથે આવે. જ્યારે લાલુ પ્રસાદ યાદવનુ તો કહેવુ છે કે વારાણસી મોદી માટે કબર સાબીત થશે.

આ તમામ પક્ષો બીનસાંપ્રદાયિકતાનો રાગ આલાપે છે પરંતુ મોદીને હરાવવા માટે ક્યારે આ પક્ષો એકસાથે આવે છે તે જોવાનુ રહે છે.