શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 10 એપ્રિલ 2014 (18:24 IST)

પરેશ રાવલ વિરુદ્ધ લડી રહેલ અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર હિંમતસિંહ પટેલ સાથે મુલાકાત

અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારના હિંમતસિંહ પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે. તેઓએ અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારમાં આવતાં લેંકાવાડા, આલમપુરસ શિહોલી મોટી, દશેલા, સાદરા, ચંદ્રાલા, ચિલોડા સહિત ગામોમાં કાર્યકરો સાથે ચૂંટણી અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન હિંમતસિંહે વેબદુનિયા પોર્ટલને એક વિશેષ મુલાકાત આપી હતી. 
 
વેબદુનિયા સાથેની ખાસ મુલાકાતમાં ચૂંટણીલક્ષી વિચારો પ્રગટ કરતાં હિંંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, હું અમદાવાદ શહેરનો ભૂતપૂર્વ મેયર તરીકેની સેવા આપી છે વધુમાં હું એક પ્રજાલક્ષી અને પ્રજાની વચ્ચે રહેવાવાળો નેતા છું, આ વિસ્તારથી ખૂબ સારી રીતે પરીચિત પણ છું. 
 
પ્રજાના પ્રશ્નો અંગે તેમણે જણાવ્યું હતું કે, આરોગ્યલક્ષી એક સારી સરકારી હોસ્પિટલ નથી. વધુમાં આ વિસ્તારમાંસ્વચ્છ પાણીનો પ્રશ્ન યથાવત છે કારણ કે ઔદ્યોગિક વિસ્તાર હોવાની પાણીજન્ય રોગોની સંભાવનાઓ રહેલી છે. જે આ વિસ્તારનો પ્રાણપ્રશ્ન  છે. 
 
પોતાના પ્રતિસ્પર્ધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરેશ રાવલ વિશે તેમણે કહ્યું હતું કે, તેઓ રંગમંચના એક સારા કલાકાર હોઈ શકે, પણ પ્રજાની વચ્ચે ન રહેલા હોવાથી તેઓ પ્રજાના પ્રશ્નોથી બિલકુલ અજાણ છે. અને ખાસ તો અમદાવાદ પૂર્વ મતવિસ્તારના નાગરિકો આ પ્રકારના આયાતી ઉમેદવારોનો વિરોધ કરે છે. 

જ્ઞાતિ સમીકરણો વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ પૂર્વમાં જ્ઞાતિસમીકરણ છે જ નહીં. અહીંના નાગરિકો સમજૂ છે. ભાજપ સરકારે આ વિસ્તારની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે. વધુમાં તેમણે જે ઉમેદવાર પર પસંદગી ઉતારી છે તે આ વિસ્તાર અને તેના પ્રશ્નોથી તદ્દન અજાણ છે. આ સાથે એવો આશાવાદ પણ પ્રગટ કર્યો હતો કે કોંગ્રેસ આ સીટ ઉપર સ્પષ્ટ બહુમતીથી જીતશે. કારણે અમદાવાદ પૂર્વના નાગરિકો આયાતી ઉમેદવારો સ્વીકારતી નથી.