શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 15 એપ્રિલ 2014 (10:55 IST)

પ્રિયંકા ગાંધી ખૂબ જ દારૂ પીએ છે - સુબ્રમણ્યમ સ્વામી

. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધીને બનારસથી ચૂંટણી લડવાના સમાચાર પર ટિપ્પણે કરતા બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે પ્રિયંકા ગાંધી ખૂબ જ ખરાબ રીતે હારતી કારણ કે તે ખૂબ જ દારૂ પીએ છે અને તેનુ નામ ખરાબ છે. 
 
ગાંધી પરિવારના તીખા આલોચક સ્વામીએ કહ્યુ, 'તેમને પ્રિયંકાને બચાવી લીધી નહી તો તે ખરાબ રીતે હારતી. તે લોકપ્રિય નથી. ખૂબ જ દારૂ પીએ છે. બદનામ છે અને તેમના પતિ પણ બદનામ છે.  
 
એક દિવસ પહેલા જ સ્વામીએ તેમને અહેસાન ફરામોશ પુત્રી કહી હતી. જે પોતાના પિતાના હત્યારાઓને મળવા જેલમાં ગઈ. સ્વામીએ કહ્યુ કે વરુણ ગાંધી નહી પણ પ્રિયંકા ગાંધી રસ્તો ભટકી ગઈ છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ વરુણ ગાંધીની સફળતાને પચાવી નથી શકતી.  
 
પ્રિયંકા ગાંધીએ પોતાના પિતરાઈ ભાઈ અને બીજેપી નેતા વરુણ ગાંધી પર ટિપ્પણી કરી હતી. તે રસ્તો ભટકી ગયા છે. શનિવારે પોતાના ભાઈ રાહુલ ગાંધીના અમેઠીથી નામાંકન દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ, 'વરુણ ગાંધીએ ખોટો રસ્તો પકડ્યો છે અને તેમને યોગ્ય દિશા બતાડવાની જરૂર છે.' 
 
સોમવારે મીડિયામાં ચર્ચા હતી કે પ્રિયંકા ગાંધી વારાણસી સીટ પરથી મોદી વિરુદ્ધ ચૂંટણી લડવા માંગતી હતી પણ પાર્ટીએ તેને મંજૂરી ન આપી. જો કે પ્રિયંકાએ  આ સમાચારને બેબુનિયાદ બતાવ્યા છે.